સુરત બન્યું હિલ સ્ટેશન: ગાઢ ધુમ્મસથી ફ્લાઈટ મોડી
સુરતમાં સતત બીજા દિવસે ધુમ્મસની ચાદર છવાઈ, વિઝિબિલિટી ઘટતા ટ્રેન અને હવાઈ સેવાઓને માઠી અસર

ધુમ્મસ અને ઠંડી

ધુમ્મસ અને ઠંડી
સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અદભૂત પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર શહેર ગાઢ ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાઈ જતાં સુરતીઓને કોઈ હિલ સ્ટેશન પર હોવાનો અહેસાસ થયો હતો. જોકે, આ આહલાદક માહોલની સાથે ટ્રાન્સપોર્ટ સેવાઓ ખોરવાતા મુસાફરો અને વાહનચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
વાહનવ્યવહાર અને હવાઈ સેવાઓ ખોરવાઈ :
ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી નહિવત્ થઈ જતાં હાઈવે પર વાહનોની ગતિ થંભી ગઈ હતી. અનેક વાહનચાલકોએ દિવસે પણ હેડલાઈટ ચાલુ રાખી મુસાફરી કરવાની ફરજ પડી હતી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટીના કારણે બે ફ્લાઈટના લેન્ડિંગ અને ટેક-ઓફમાં વિલંબ થયો હતો. તેવી જ રીતે, રેલવે ટ્રેક પર ધુમ્મસના કારણે ટ્રેનો પણ નિર્ધારિત સમય કરતાં મોડી દોડી રહી હતી.
તાપમાનમાં ઉતાર-ચઢાવનો દોર :
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે, જેનાથી કડકડતી ઠંડીમાં આંશિક રાહત મળી છે. હાલમાં 12 ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જ્યારે ગાંધીનગર 12.8 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી બે દિવસ હજુ પણ ઠંડી અને ધુમ્મસનું જોર રહેવાની સંભાવના છે.
હિલ સ્ટેશન જેવો નજારો :
શહેરની ગગનચુંબી ઈમારતો ધુમ્મસના વાદળોની ઉપર દેખાતી હોય તેવા સુંદર દૃશ્યો સર્જાયા હતા. સવારે 10 વાગ્યા સુધી સૂર્યપ્રકાશ ઝાંખો રહેતા લોકોએ ઠંડકનો આનંદ માણ્યો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ બાદ તાપમાનમાં ફરી 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.