Gandhinagar : ઇન્દ્રોડા પાર્કમાં શોકનું મોજુ, સિંહણે બે મૃત બચ્ચાંને જન્મ આપ્યો
ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ઝૂમાં સક્કરબાગથી લાવેલી સિંહણે માતૃ દિવસ પહેલાં બે મૃત બચ્ચાંને જન્મ આપતાં શોક...

સિંહણે ખોયા બે માસૂમ જીવ...

સિંહણે ખોયા બે માસૂમ જીવ...
ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રાણી સંગ્રહાલયમાં ગમગીની છવાઈ ગઈ છે. સક્કરબાગથી લાવવામાં આવેલી સિંહણ ગર્ભવતી હતી અને તેણે માતૃ દિવસના પૂર્વે બે મૃત બચ્ચાંને જન્મ આપ્યો છે. આ સમાચારથી પ્રકૃતિ પ્રેમીઓમાં નિરાશા ફેલાઈ ગઈ છે.
ઝૂ પ્રશાસનના જણાવ્યા અનુસાર, સવા ત્રણ વર્ષની નાની ઉંમરમાં સિંહણ ગર્ભવતી થઈ હોવાને કારણે તેના ગર્ભમાં બચ્ચાંનો યોગ્ય વિકાસ થયો ન હતો. આ કારણોસર બંને બચ્ચાં મૃત અવસ્થામાં જન્મ્યા હતા.
પ્રકૃતિ પ્રેમીઓ સિંહણ અને તેના મૃત બચ્ચાંને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. માતૃ દિવસ પહેલાં આ દુઃખદ ઘટના બનતાં શોકની લાગણી વધુ ઘેરી બની છે. સક્કરબાગથી લાવવામાં આવેલી આ જોડી પાસેથી સૌ કોઈને સારા સમાચારની અપેક્ષા હતી, પરંતુ આ ઘટનાથી નિરાશા સાંપડી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?