મહેસાણામાં નસબંધીકાંડ
ટાર્ગેટની લ્હાયમાં યુવકને આપી હતી 500 રૂપિયાની લાલચ, પત્નીની મંજૂરી ફરજિયાત છતાં પોલંપોલ

નસબંધીકાંડ

નસબંધીકાંડ
સમગ્ર રાજ્યમાં કુંટુબ નિયોજન પખવાડિયાની ઉજવણી થઇ રહી છે, ત્યારે મહેસાણા જીલ્લાના નવી શેઢાવીના એક કુંવારા યુવકની જાણ બહાર નસબંધી કરી દેવાઇ હતી. આ યુવકને એક મહિના પછી લગ્ન થવાના હતાં ત્યારે મજૂરીની લાલચમાં આપી સરકારી હોસ્પિટલમાં નસબંધી કરી દેવાઇ હતી. આ ઘટનાને પગલે ફરી એક વાર આરોગ્ય વિભાગ શંકાના ઘેરામાં આવ્યુ છે. રાજ્યમાં ઘણી આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં છે. જોકે, નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે આરોગ્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવે છે જેના કારણે સરકારી અધિકારીઓ અવનવા પેતરા રચે છે જેમાં નિર્દોષ લોકો ભોગ બને છે. આવુ જ કઇંક મહેસાણા જીલ્લાના નવા શેઢાવી ખાતે બન્યુ છે.
આ ગામમાં 30 વર્ષિય યુવક ગોવિંદ અમરતભાઇ દંતાણી પોતાની બહેન-બનેવીની સાથે ખેતરમાં રહેતો હતો. આ ઘટના વિશે નવી શેઢાવીના પૂર્વ સરપંચ પ્રહલાદજી ઠાકોરે જણાવ્યું કે, બે દિવસ અગાઉ એક આરોગ્ય કર્મચારી ખેતરમાં આવીને ગોવિંદને કહ્યું હતુંકે, ખેતરમાં લીંબુ-જામફળ વિણવાના છે. રોજના રૂા.500 મજૂરી આપીશ. આવી લાલચ આપીને ગોવિંદને ગાડીમાં બેસાડીને લઇ જવાયો હતો. રસ્તામાં રૂા.100નો દારુ પીવડાવીને સરકારી એમ્બ્યુલન્સમાં બેસાડીને અડાલજની સરકારી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં જ નસબંધીનું ઓપરેશન કરી દેવાયુ હતું. બીજા દિવસે ગોંવિદ દંતાણીને આરોગ્ય કર્મચારી ખેતરમાં મૂકી ગયા હતાં. ત્યાં સુધી આ વાતનો કોઇ અણસાર સુઘ્ધાં ન હતો. મૂળ ઝુલાસણ ગામના આ યુવકનું કહેવુ છેકે, ઓપરેશનના બીજી દિવસે મૂત્રાશયમાં દુખાવો થયો ત્યારે આખીય વાતનો ભાંડો ફૂટ્યો હતો. બારોબાર નસબંધીના ઓપરેશન માટે પણ આરોગ્ય વિભાગે ટાર્ગેટ આપતાં આ ઘટના બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ધનાલી ગામના એક આરોગ્ય કર્મચારીએ ગોવિંદ દંતાણીને અડાલજની સરકારી હોસ્પિટલમાં લઇ જઇને નસબંધીના ઓપરેશન માટે ફોર્મ પર અંગૂઠો પણ લીધો હતો. હવે જ્યારે આ ઘટના ચર્ચાનો વિષય બની છે ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગ પણ દોડતુ થયુ છે.આ તરફ પીડીત યુવકને ન્યાય મળે તે માટે ગ્રામજનોએ દોડધામ મચાવી છે.
આરોગ્યમંત્રીના હોમ ટાઉનમાં આરોગ્ય વિભાગનો મોટો છબરડો સામે આવ્યો છે.ટાર્ગેટ પૂર્ણ કરવાના ચક્કરમાં નવી શેઢાવી ગામના 31 વર્ષીય અપરિણીત યુવાનનું નસબંધીનું ઓપરેશન કરી દેવાતા હોબાળો મચ્યો છે.આ સમગ્ર પ્રકરણમાં સૂરજ પી એચ સી ના કર્મચારીની સંડોવણી હોવાની વિગત સામે આવી છે.તો બીજી તરફ હોબાળો થતા હવે આરોગ્ય વિભાગ ઓપરેશન ખોલવા માટે દોડધામ કરી રહ્યું છે.તો આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં જે યુવાનનું ઓપરેશન કરવામાં આવ્યું તેને આંબલિયાસણ પી એચ સી ની ગાડીમાં અડાલજ લઈ જવાયો હોવાની વિગત સામે આવી છે.જો કે આ પી એચ સી ના તબીબે સૂરજ પી એચ સી ના કહેવાથી માત્ર ગાડીમાં લઈ ગયા હોવાનું નિવેદન આપ્યું છે.જો કે હાલ આ મામલે આરોગ્ય વિભાગના અધિકારીઓ કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નથી
આ મામલે મહેસાણા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડીયાનું નિવેદન સામે આવ્યું છે, નિયમ મુજબ પરણિત વ્યક્તિ અને સંતાન ધરાવતા વ્યક્તિની જ નસબંધી થઈ શકે ત્યારે આ કેસમાં અમારા કર્મચારીએ કોઈપણ જાતની તપાસ કર્યા વગર ઓપરેશન કરાવ્યું છે આમાં અમારા કર્મચારીની ગંભીર ભૂલ છે ધનાલી સબ સેન્ટરના કર્મચારી સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે તેમજ ઓપરેશન પરત ખોલવાની પક્રિયા કરવામાં આવશે તો બીજી તરફ કર્મચારીનું નામ જાહેર કરવાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો ઇનકાર કર્યો છે
અડાલજ સામુહિક કેન્દ્રના ઈન્ચાર્જ અધિક્ષક ડૉ નિરાલી ગૌધાણીએ જણાવ્યું કે, NSV પખવાડીયા અંતર્ગત દરેક જગ્યાએ કેમ્પ થતાં હોય છે જેમાં અમારો રોલ ફક્ત ઓટી પ્રોવાઈડ કરવાનો હોય છે તેમજ ઓપરેશન કરવા સર્જન પણ જિલ્લા કક્ષાએથી આવતા હોય છે. વધુમાં કહ્યું કે, જેમનો ઓપરેશન 29 નવેમ્બરના રોજ થયો હતો, જો કે, કેટલાક આક્ષેપો થયા છે જે અમને અત્યારે જ ખબર પડી છે, ત્યારે આ અનુંસાધાને આગળથી તપાસ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ