ધો.10નું 83.08 ટકા પરિણામ જાહેર, દીકરીઓએ બાજી મારી
89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો

ધો.10 બોર્ડનું પરિણામ જાહેર

ધો.10 બોર્ડનું પરિણામ જાહેર
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. ગયા વર્ષ કરતા આ વર્ષે 0.52 ટકા પરિણામ વધારે આવ્યું છે. આ વર્ષે દીકરાઓ કરતા દીકરીઓએ બાજી મારી છે. જેમાં 7.68 ટકા આગળ રહી બાજી મારી છે. વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.24 ટકા આવ્યું છે.
વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org અને વોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ જોઇ શકાશે. 27 ફેબ્રુઆરીથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાઈ હતી, જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી.
ધોરણ 10નું પરિણામ જાહરે થતાં આ વર્ષે 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે. જ્યારે 72.55 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા છે. 100 ટકા પરિણામ વાળી સ્કૂલોની વાત કરવામાં આવે તો આ વર્ષે 1574 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે, 201 સ્કૂલોમાં 30 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે., જ્યારે 0 ટકા પરિણામ વાળી સ્કૂલો 45 છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ