અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે કર્યો ક્રિકેટ સટ્ટા કૌભાંડનો પર્દાફાશ
નવા શાહીબાગ વિસ્તારમાંથી બુકી હરેશ મુલચંદાણીની કરી ધરપકડ

હરેશ મુલચંદાણીની પૂછપરછમાં મોટા ગજાના બુકીઓની સંડોવણીનો થયો ખુલાસો

હરેશ મુલચંદાણીની પૂછપરછમાં મોટા ગજાના બુકીઓની સંડોવણીનો થયો ખુલાસો
સુરેશ વણોલ, અમદાવાદ
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના નવા શાહીબાગ વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે. હાલમાં ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ દરમિયાન રમાઈ રહેલાં ક્રિકેટ સટ્ટાના કૌભાંડનો પર્દાફાશ કરીને બુકી હરેશ મુલચંદાણીની ધરપકડ કરી છે. હરેશ મુલચંદાણી પાસેથી રૂપિયા 4.11 લાખની રોકડ સાથે બે મોબાઈલ પણ કબજે લીધા છે. હરેશ પાસેથી રૂપિયા 2.60 કરોડના બેલેન્સવાળું માસ્ટર આઈડી સાથે મોટા ગજાના બુકીના સંપર્ક મળી આવતાં આંતરરાષ્ટ્રીટ ક્રિકેટ ગેમ્બલીંગનો ખુલાસો થયો છે. આ કૌભાંડમાં ટોમી પટેલ(ઊંઝા), રાકેશ રાજદેવ, મીત ગુજરાતી અને વિદેશી દારૂની હેરાફેરી કરનાર બુટલેગર વિનોદ સિંધી પણ સંડોવણી ખુલતાં આગામી સમયમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના નવા શાહીબાગ વિસ્તારમાં નાના ચિલોડા નજીક આવેલા કૈલાસ રેજોઈશ-1 નામના બિલ્ડીંગમાં દરોડા પાડી હરેશ પ્રેમચંદ મુલચંદાણી નામના શખ્સને ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન હરેશ ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશની મેચ પર સટ્ટો રમતા ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી જપ્ત કરેલાં બંને મોબાઈલ ફોન તપાસતા રૂપિયા 2.60 કરોડ રૂપિયાનું ક્રેડિટ બેલેન્સ મળી આવ્યું હતું. આ સુપર માસ્ટર આઈડી પોતાના ભાગીદાર મનિષ ક્રિશ્નાની ઉર્ફે ગીલી થકી વૉન્ટેડ બુટલેગર વિનોદ સિંધીએ આપ્યુ છે. જ્યારે બીજા આઈડીમાં 20 લાખનું ક્રેડિટ બેલેન્સ મળ્યું છે. આ આઈડી કેતન દેસાઈ અને મીત ગુજરાત થકી ફરાર બુકી રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર.એ આપ્યું છે. ત્રીજા આઈડીમાં રૂપિયા 11,52,500 નું ક્રેડિટ બેલેન્સ મળ્યું છે. આ આઈડી કેતન દેસાઈ મારફતે બુકી ગીરીશ પટેલ ઉર્ફે ટોમી પટેલ (ઊંઝા)એ આપ્યું હોવાનું સામે આવ્યુ છે. 7 વર્ષથી સટ્ટો રમાડતાં હરેશ મુલચંદાણીએ બે મહિના અગાઉ બુકીઓ પાસેથી માસ્ટર, એડમીન અને કટિંગ આઈડી મેળવ્યા હોવાની એસએમસી સમક્ષ કબૂલાત કરી છે.
આ કેસમાં 2022થી વિદેશમાં ફરાર થયેલાં બુટલેગર વિનોદ સિંધી સામે બે કેસ નોંધાયા છે. ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં વિનોદ ઉધવાણી ઉર્ફે વિજુ સિંધી સામે ગુજસીટોક હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલે ગુનો નોંધ્યો છે. વિદેશી દારૂના 147 થી વધુ કેસમાં ફરાર વિનોદ સિંધી સામે ક્રિકેટ સટ્ટાનો કેસ નોંધતા સટ્ટોડીયાઓમાં ફફડાટ ફેલાયો છે. બુકી હરેશ મુલચંદાણીની ધરપકડ કરી એસએમસીએ બુકી રાકેશ રાજદેવ, ટોમી પટેલ, મીત ગુજરાત, વિનોદ સિંધીને વોન્ટેડ જાહેર કરી નરોડા પોલીસ સ્ટેશનમાં 16 શખ્સો સામે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
વિદેશી દારૂના બુટલેગરની ક્રિકેટ સટ્ટા કૌભાંડમાં સંડોવણી...
ગુજરાતના વિદેશી દારૂની હેરાફેરીના 72 કેસમાં બુટલેગર વિનોદ સિંધી વર્ષ 2022-23થી ફરાર છે. તાજેતરમાં એસએમસી પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના 10 બુટલેગરોની સિન્ડીકેટ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને 5 બુટલેગરોની ધરપકડ પણ કરી છે. ગુજસીટોકના કેસમાં વિનોદ સિંધીને પણ આરોપી દર્શાવાયો છે. દુબઈ ભાગી ગયેલા બુટલેગર વિનોદ સિંધી સામે રેડ કોર્નર નોટિસ પણ ઈસ્યુ કરવામાં આવી છે. રેડ કોર્નર નોટીસ ઈસ્યુ થતાં વિનોદ સિંધીની અબુધાબી ખાતે સ્થાનિક એજન્સીએ ધરપકડ કરી હતી. ત્યારબાદ UAE સરકારે વિનોદ સિંધીને જામીન પર મુક્ત કરી દીધો હતો. બે વર્ષથી દુબઈમાં છુપાયેલા વિનોદ સિંધીએ મોટા ગજાના બુકીઓ રાકેશ રાજદેવ, ટોમી પટેલ અને મીત રાજકોટ સાથે ક્રિકેટ સટ્ટાના કારોબારમાં ઝંપલાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.