76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં કરાશે
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યપાલના હસ્તે કરાશે ધ્વજ વંદન સમારોહ

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યપાલના હસ્તે કરાશે ધ્વજ વંદન સમારોહ

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યપાલના હસ્તે કરાશે ધ્વજ વંદન સમારોહ
76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં કરાશે 26 જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાબરકાંઠા ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીર પંચમહાલ ખાતે અને મંત્રી મંડળના સભ્યો અને કલેકટરોના હસ્તે જિલ્લા મથકોએ ધ્વજ વંદન સમારોહ યોજાશે.
જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત
કેબિનેટ મંત્રીઓ
1. કનુ દેસાઈ - વલસાડ
2. ઋષિકેશ પટેલ - બનાસકાંઠા
3. રાઘવજી પટેલ - રાજકોટ
4. બળવંતસિંહ રાજપૂત - મહેસાણા
5. કુંવરજી બાવળિયા - બોટાદ
6. મુળુ બેરા - જામનગર
7. કુબેર ડીંડોર - ભાવનગર
8. ભાનુબેન બાબરિયા - અમદાવાદ
રાજ્ય કક્ષાના મંત્રીઓ
9. હર્ષ સંઘવી - ગાંધીનગર
10. જગદીશ વિશ્વકર્મા - ખેડા
11. પરશોત્તમ સોલંકી - ગીર સોમનાથ
12. બચુ ખાબડ - દાહોદ
13. મુકેશ પટેલ - નવસારી
14. પ્રફુલ પાનશેરીયા - સુરત
15. ભીખુસિંહ પરમાર - છોટા ઉદેપુર
16. કુંવરજી હળપતિ - ભરૂચ
આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરોના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.