રાજ્ય સરકાર સફાળી જાગીઃ વિસ્ફોટક પદાર્થોના સંગ્રહસ્થાનોની તપાસ કરવા આદેશ
તમામ જિલ્લામાં ચકાસણી કરી રિપોર્ટ કરવા કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને આપી સૂચના

ઓક્ટોબર-2024માં ડેપ્યુટી ચીફ કન્ટ્રોલર ઓફ એક્સપ્લોઝિવે આપેલી ગાઈડલાઈનનો અમલ નહીં

ઓક્ટોબર-2024માં ડેપ્યુટી ચીફ કન્ટ્રોલર ઓફ એક્સપ્લોઝિવે આપેલી ગાઈડલાઈનનો અમલ નહીં
ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં ફટાકડાં અને અન્ય વિસ્ફોટક પદાર્થોના ગોડાઉન, ફેક્ટરીઓ અને સંગ્રહસ્થાનોની તાત્કાલિક તપાસ કરવા કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને આદેશ આપ્યા છે.
તમામ પ્રાંત અધિકારીઓને તેમના વિસ્તારમાં તમામ વિસ્ફોટક પદાર્થોના યુનિટ અને ગોડાઉનની તાત્કાલિક તપાસ હાથ ધરી 48 કલાકમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી છે. આ તપાસ દરમિયાન જરૂરી જણાય તો પોલીસને સાથે રાખવાની તાકીદ કરવામાં આવી છે.
ઓક્ટોબર-2024માં વડોદરાના ડેપ્યુટી ચીફ કંટ્રોલર ઓફ એક્સ્પ્લોઝીવ્સ દ્વારા ફટાકડાના સંગ્રહ અને વેચાણ કરતા એકમોની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા ગાઇડલાઇન જારી કરવામાં આવી હતી. આ ગાઇડલાઇન અનુસાર લાયસન્સ ધરાવતા એકમો સુરક્ષા નિયમોનું પાલન કરે છે કે નહીં તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તંત્રની નક્કી કરવામાં આવી હતી. ડીસાની દુર્ઘટના બાદ આ ગાઇડલાઇનના અમલની પુનઃ સમીક્ષા કરી તંત્રની જવાબદારી નક્કી કરવામાં આવશે.
રાજ્યમાં ગેરકાયદે અને જોખમી ફેક્ટરીઓ અને ગોડાઉન પર વહીવટીતંત્રએ તપાસ શરૂ કરી છે. અમાન્ય લાયસન્સ ધરાવતા અને સુરક્ષા ધોરણોનું ઉલ્લંઘન કરતાં એકમો સામે ત્વરિત કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારે કલેક્ટરો અને પ્રાંત અધિકારીઓને ફક્ત ફટાકડા અને કેમિકલ ગોડાઉન જ નહીં. પરંતુ શોપિંગ મોલ, કોમર્શિયલ ગોડાઉન અને અન્ય મોટા સંગ્રહસ્થાનોની તપાસ કરવા તાકીદ કરી છે. દરેક એકમમાં અચાનક સર્વે કરી સઘન ચકાસણી કરીને વ્યાપારી એકમ વિસ્ફોટક પદાર્થો કે કેમિકલના ગેરકાયદેસર સંગ્રહમાં સંડોવાયેલું તો નથી ને તે બાબતની તપાસ કરવામાં આવશે.
ડીસાની ગેરકાયદે ફટાકડાં ફેક્ટરી પરવાનગી વગર ચાલતી હતી. વહીવટી તંત્ર દ્વારા અરજી રીન્યુ નહી કરવામાં આવી હોવા છતાં ફેક્ટરી ધમધમતી રહી હતી. જીઆઈડીસીમાં ગેરકાયદે ફેક્ટરી ધમધમતી હોવા છતાં સંબંધિત સરકારી કચેરીના અધિકારીના ધ્યાને આવી નથી. હવે દુર્ઘટનામાં 21 નિર્દોષ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે વહીવટીતંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને જાણે કે એલર્ટ સ્થિતિમાં હોય તેવો દેખાવ કરી રહ્યું છે. દુર્ઘટના પહેલાં તંત્ર આટલું એલર્ટ થયું હોત તો નિર્દોષ શ્રમિકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો ન હોત.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.