વાપીમાં મેઘરાજાની એન્ટ્રી,બે કલાકમાં 4 ઈંચ વરસાદ
રાજ્યના 75 તાલુકામાં મેઘમહેર,આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી,8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

AI જનરેટેડ

AI જનરેટેડ
Gujarat Rain Monsoon 2026: ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 75 તાલુકાઓમાં સારો વરસાદ નોંધાતા નદીઓ, તળાવો અને ચેકડેમોમાં નવા પાણીની આવક થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં વાપીમાં માત્ર બે કલાકમાં 4.13 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, ટ્રાફિક ધીમો પડ્યો અને કેટલાક સ્થળોએ માર્ગવ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ.દક્ષિણ ગુજરાતમાં વરસાદે જોરદાર બેટિંગ કરી, વાપીમાં માત્ર બે કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. સુરતમાં રોડ ધસી જતાં એસટી બસ ફસાઈ ગઈ, જ્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે 1 જુલાઈએ વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વહેલી સવારે છથી આઠ વાગ્યા સુધીમાં વાપીમાં 4.13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. તો સુરતમાં ઉધના નજીક રોડ બેસી જતા એસટી બસ ખૂંપી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે.
વાપીમાં બે કલાકમાં 4.13 ઈંચ વરસાદ
વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં 4.13 ઈંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.ચલા રોડ, કેચીગામ રોડ, મુખ્ય રેલવે અંડરપાસ સહિતના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રેલવે અંડરપાસમાં પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર પર અસર પડી હતી. ઓફિસ અને ઉદ્યોગોમાં કામે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે પમ્પિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
રાજ્યના 75 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 75 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હતો.વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને કપાસ, મગફળી, ડાંગર અને મકાઈના પાક માટે આ વરસાદ લાભદાયક માનવામાં આવી રહ્યો છે.
સુરતમાં રોડ ધસી પડતાં એસટી બસ ફસાઈ
સુરતના ઉધના ગામ નજીક મુખ્ય માર્ગ પર અચાનક રોડનો એક ભાગ ધસી પડતાં મોટો ખાડો પડી ગયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, ઘટનાને પગલે ટ્રાફિક પર અસર પડી હતી અને સ્થાનિકોએ પ્રી-મોન્સૂન કામગીરી તથા રોડની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઘટનાની જાણ થતાં તંત્ર સ્થળ પર પહોંચી માર્ગને સુરક્ષિત બનાવવા અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા કામગીરી હાથ ધરી હતી.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મેઘમહેર
મેઘરાજાની વર્તમાન ઇનિંગમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો મોખરે રહ્યા છે. નવસારીના જલાલપોર અને ચીખલીમાં મુશળધાર વરસાદ વરસી ગયો છે.આ સિવાય અમરેલીના સાવરકુંડલા,વલસાડના ધરમપુર અને નાનાપોંઢા તેમજ સુરત શહેર સહિત કામરેજ, પલસાણા, મહુવા, અંબિકા,બારડોલી, ઓલપાડ અને ચોર્યાસી તાલુકાઓમાં 1 ઇંચથી વધુ પાણી ભરાયું છે. મધ્ય અને અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ખેડાના વાસો, ડાંગના વઘઈ,અને તાપીના વાલોડમાં પણ સારો એવો વરસાદ નોંધાતા ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ વરસાદનું જોર વધવાની પૂરેપૂરી સંભાવના છે.સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. વેરાવળ અને સોમનાથ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેથી લાંબા સમયના ઉકળાટ બાદ લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુરના મેઈન બજાર, માણેકચોક વિસ્તારમાં વરસાદથી પાણી પાણી થઇ ગયો છે. ઉપરાંત પાવી જેતપુર,બોડેલીમાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 75 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તેમાં સૌથી વધુ નવસારી તાલુકામાં 4.53 ઈંચ અને જલાલપોર તાલુકામાં 3.50 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે નવસારી શહેર અને આસપાસના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તેમજ કેટલાક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારે 6થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 27 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વાપી બાદ ઉમરગામમાં 1.73 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે સુરત, પલસાણા, પારડી સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો.
આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર તરફ સક્રિય થયેલી સિસ્ટમ અને ચોમાસાની ટ્રફ અનુકૂળ સ્થિતિમાં હોવાથી આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે.
ખેડૂતો માટે સારા સમાચાર
ખેડૂતો માટે આ વરસાદ મોટાભાગે લાભદાયક માનવામાં આવી રહ્યો છે. ડાંગરના વાવેતરને ગતિ મળશે અને કપાસ તેમજ અન્ય ખરીફ પાકને પણ પૂરતો ભેજ મળશે. જો આગામી દિવસોમાં મધ્યમ વરસાદ ચાલુ રહે તો કૃષિ ઉત્પાદન માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે.પરંતુ જ્યાં ખૂબ ભારે વરસાદ થશે ત્યાં પાણી ભરાવાને કારણે પાકને નુકસાન પહોંચવાની શક્યતા પણ નકારી શકાય નહીં. કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને ખેતરમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવાની સલાહ આપી છે.
સુરતના લિંબાયતમાં સ્કૂલ વાન ફસાઈ
સુરતના મોટા વરાછા બાદ હવે લીંબાયત વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટના સામે આવી છે, જેમાં એક સ્કૂલ વાન પસાર થતાં જ અચાનક રોડ પર પડેલા ખાડામાં એક તરફ નમીને ફસાઈ ગઈ હતી.આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી,પરંતુ સદનસીબે વાનમાં સવાર બાળકોનો આબાદ બચાવ થયો છે અને કોઈને પણ ઇજા પહોંચી નથી, જેના કારણે મોટી ઘટના ટળી છે.
જૂનમાં 80 ટકા વરસાદની ઘટ, હવે જુલાઈ પર આશા
સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન સુધી ચોમાસું સત્તાવાર રીતે બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાનું આગમન મોડું થતાં 24 જૂને રાજ્યમાં પ્રવેશ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં કેટલાક દિવસો સુધી ચોમાસું સ્થિર રહી જતાં જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ વરસાદમાં આશરે 80 ટકા જેટલી ઘટ નોંધાઈ હતી. હવે જુલાઈની શરૂઆત સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આગાહી મુજબ વરસાદ ચાલુ રહેશે તો કૃષિ, જળાશયો અને પીવાના પાણીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાની આશા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?