નવરાત્રિ છઠ્ઠો દિવસ: ખેલૈયાઓનો ઉત્સાહ યથાવત!
ગાંધીનગરમાં સફેદ પરિંદે' થીમથી ગરબાનો ધમાલ તો અમદાવાદમાં ઢોલ અને લાઈવ સિંગર્સનો કમાલ..
છઠ્ઠો દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ યથાવત
છઠ્ઠો દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ યથાવત
નવરાત્રિના છઠ્ઠા નોરતે અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં ગરબાનો માહોલ પૂરબહારમાં ખીલ્યો હતો. યુવક-યુવતીઓ પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈને ગરબાના મેદાનોમાં ઉમટી પડ્યા, જ્યારે આયોજિત થીમ અને પરંપરાગત ગીતોએ ખેલૈયાઓનો ઉત્સાહ બમણો કર્યો હતો. જોકે, ગરબા ગ્રાઉન્ડ સુધી પહોંચવા માટે ખેલૈયાઓને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો.
ગાંધીનગરમાં 'સફેદ પરિંદે' થીમનો જલવો
ગાંધીનગરના ઇન્ફોસિટી ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે 'સફેદ પરિંદે પ્રીમિયમ ગરબા' ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અહીં યુવાધન સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને 'કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકા લીધો રે મણિયારા કેરો વેશ...' જેવા પરંપરાગત ગીતો પર ઝૂમી ઉઠ્યું હતું. આ ઉપરાંત, 'મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે' જેવા લોકપ્રિય ગીતોએ પણ માહોલને ગરમ કર્યો હતો. ખેલૈયાઓએ ગરબાના મેદાનમાં પ્રવેશતા પહેલા એન્ટ્રી ગેટ પર ફોટોસેશન કરીને પોતાની મોજ-મસ્તીની પળોને યાદગાર બનાવી હતી.
અમદાવાદમાં ઢોલ અને લાઈવ સિંગર્સ બન્નેનો ગજબ માહોલ:
અમદાવાદમાં ખેલૈયાઓને નવરાત્રીમાં વિવિધતા મળી રહે છે. એકબાજુ ઢોલ-શરણાઈ તો બીજી બાજુ લાઈવ સિંગર્સ સાથે ઘમધમતું બેન્ડ ખેલૈયાના જુસ્સામાં વધારો કરતું રહે છે. ખેલૈયાઓ મોદી રાત સુધી જુમીને નવરાત્રીમાં ચાર ચાંદ લગાવે છે.
પરંતુ બીજીબાજુ SG હાઇવે પરના મોટાભાગના પાર્ટી પ્લોટ ખેલૈયાઓથી ખીચોખીચ ભરાઈ ગયા હતા, પરંતુ વૈષ્ણોદેવી સર્કલ અને ઇસ્કોન બ્રિજ પર ભયંકર ટ્રાફિક જામ સર્જાતા ખેલૈયાઓને પાર્ટી પ્લોટ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. ગરબામાં બ્રેક દરમિયાન ખેલૈયાઓએ સ્ટારબક્સ અને પિઝા જેવા સ્થળોએ જઈને પોતાનો થાક ઉતાર્યો હતો. આ ટ્રાફિકની સમસ્યાથી બચવા માટે પોલીસે રસ્તા પર હાજર રહીને ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પેઇડ પાર્કિંગ વ્યવસ્થા હોવા છતાં ટ્રાફિકનો પ્રશ્ન યથાવત રહ્યો હતો.
દુર્ગા પૂજા અને શસ્ત્ર પૂજન
નવરાત્રિના પર્વ નિમિત્તે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના કર્ણાવતી મહાનગરના વાડજ પ્રખંડ દ્વારા દુર્ગા અષ્ટમી નિમિત્તે દુર્ગા પૂજા અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતૃશક્તિ, ભાઈઓ અને બાળકોએ ભાગ લીધો હતો, જેણે નવરાત્રિના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને વધુ ઉજાગર કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો