રાજકોટ સિવીલ હોસ્પિટલનું નઘરોળ તંત્ર
સિંગર મીરાબેન આહિરને પણ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો

સિંગર મીરાબેન આહિરને પણ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો

સિંગર મીરાબેન આહિરને પણ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો
રાજકોટ સિવીલ હોસ્પિટલ સ્ટાફના ગેરવર્તન થી માંડીને અન્ય મુદ્દા પર સવાલોના ઘેરામાં અને વિવાદમાં આવતી રહે છે . થોડા સમય પહેલા લોકસાહિત્યકાર હકાભા ગઢવીને થયેલા કડવા અનુભવ બાદ હવે જાણીતા લોકસાહિત્યકાર અને સિંગર મીરાબેન આહિરને પણ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે. મીરાબેન આહિરે સિવિલના તંત્રની કામગીરીને લઈને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કર્યો છે અને પોતાની વ્યથા ઠાલવી છે.
વીડિયોમાં મીરાબેને કહ્યું તેમના ભાઈને સિવિલમાં ઇમરજન્સીમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યાર ૪૫ મિનિટ સિવિલ રહ્યા બાદ પણ કોઈએ કેસ લીધો ન હતો. ઇમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફે તેમની સાથે ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મીરાબેને આક્ષેપ કર્યો હતો.
મીરાબેને વીડિયો બનાવી સિવિલ હોસ્પિટલ પાસે તેમણે કરેલા આક્ષેપોનો જવાબ માગ્યો હતો.
મીરાબેન આહિરે સોશિયલ મિડીયામાં રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે સિવીલમાં મારા ભાઇને લઇ ગયા 45થી 50 મિનીટ આંટા માર્યા છતાં કોઇએ કેસ ના લીધો પછી કહે કે અમારો જમવાનો બ્રેક છે. અમે ચોથા માળે લઇ ગયા. ત્યાં પણ સ્ટાફે અમારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી અને નહીં દાખલ કરીએ થાય તે કરી લે તેવો જવાબ આપ્યો હતો. રાજકોટ સિવીલનો આ જ સ્ટાફ આવું વર્તન કરે તે કેટલું વ્યાજબી છે. તેમણે સવાલ કર્યો કે તમે સેવા કરો છો કે શું કરો છો. જવાબ તો તમારે આપવો જ પડશે કે પછી જેમ ચાલે થછે તેમ ચાલ્યા કરશે. માણસના જીવ કરતા વધુ શું મહત્વનું છે તેનો જવાબ કોઇ આપશે ખરું.
આ પણ વાંચો---
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!