GMERS: નવજાતનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
GMERS હોસ્પિટલમાં ગોપીબેનના નવજાત બાળકના મૃત્યુ પછી પરિવારે ડૉક્ટરો પર બેદરકારીનો આક્ષેપ

GMERS હોસ્પિટલ ગાંધીનગર

GMERS હોસ્પિટલ ગાંધીનગર
ગાંધીનગરની GMERS હોસ્પિટલમાં એક ઘટના સામે આવી, જેમાં પ્રસૂતિ માટે દાખલ કરાયેલા ગોપીબેનના નવજાત બાળકનું મૃત્યુ થયું. ગોપીબેન પ્રસૂતિ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તે પોતાના બાળકની કિલકારીઓ સાંભળવા માટે આતુર હતી, પરંતુ તેમનું આ સપનું અધૂરું જ રહી ગયું.
ડૉક્ટરો પર બેદરકારીનો આક્ષેપ
ગોપીબેનના પતિ અને ભાઈએ મળીને GMERS હોસ્પિટલના તબીબી અધિક્ષકને લેખિતમાં અરજી આપી. તેઓએ આરોપ લગાવ્યો કે, હોસ્પિટલના તબીબોએ બેદરકારી દાખવી હતી, જેના કારણે બાળકનું મૃત્યુ થયું હતું. તેમનું કહેવું છે કે, તબીબી તંત્ર પરિવારના પ્રશ્નોનો સંતોષકારક રીતે સમાધાન કરી રહ્યું નથી.
પરિવારે મીડિયા મારફતે ન્યાય માટે કરી અપીલ
સામાન્ય રીતે પ્રસૂતિ દરમિયાન સર્જાતી ગૂંચવણોને તબીબો સંભાળે છે, પરંતુ અહીં ગોપીબેનના પરિવારનો આક્ષેપ છે કે, સમયસર સારવાર મળી હોત તો બાળકને બચાવી શકાયું હોત. પરિવારના લોકોએ હવે મીડિયાનો સહારો લીધો છે અને ન્યાય માટે અપીલ કરી છે.
જવાબદારો સામે કાર્યવાહીની માંગ
પરિવાર માંગ કરી રહ્યો છે કે, આ મામલે GMERS હોસ્પિટલના CEO, ગુજરાત આરોગ્ય મંત્રાલય, અને આરોગ્ય સચિવ યોગ્ય રીતે પગલાં ભરે. પરિવારની વાતને સાંભળવામાં આવે અને જે પણ જવાબદાર છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી આવનારા સમયમાં અન્ય કોઈ માતા-પિતાને આવો અન્યાય ન થાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!