ગુજરાતમાં ફરી કમોસમી વરસાદના સંકેત?
20 જાન્યુઆરી બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે; સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી.

ગુજરાતમાં કમોસમી વરસાદના સંકેત

ગુજરાતમાં કમોસમી વરસાદના સંકેત
ગુજરાતમાં હાલ 'બેવડી ઋતુ'નો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી 20 જાન્યુઆરી બાદ ઉત્તર ભારતમાં એક પછી એક ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમની અસરને લીધે ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 23થી 25 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને પશ્ચિમી હિમાલયમાં થનારી બરફવર્ષા અને વરસાદને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાશે.
ગુજરાતમાં અત્યારે નલિયા 10.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, ત્યારે આગામી સપ્તાહમાં તાપમાનનો પારો વધુ ગગડવાની શક્યતા છે.
આ બદલાતા હવામાનની સીધી અસર જનજીવન અને ખેતી પર જોવા મળી શકે છે. એક તરફ માવઠાની ભીતિને કારણે ખેડૂતો ચિંતિત છે, તો બીજી તરફ મિશ્ર ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધવાની પણ શક્યતા છે.
આગામી દિવસોમાં રાજ્યમાં લઘુતમ તાપમાન ૧૪ થી ૧૫ ડિગ્રીની આસપાસ રહેવાની વકી છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.