બાળકને માર મારનારા PSI સામે એક્શન એવું લેવાયુ કે તમે પણ..!
પોલીસે ફરી એક વાર એ જ ભૂલ કરી છે જે પીએસઆઇએ કરી

પોલીસે ફરી એક વાર એ જ ભૂલ કરી છે જે પીએસઆઇએ કરી

પોલીસે ફરી એક વાર એ જ ભૂલ કરી છે જે પીએસઆઇએ કરી
બાળકને માર મારનારા પીએસઆઇ સામે પોલીસે જે શિક્ષાત્મક પગલું લીધુ છે તેને જોતાં બાળકને માર મારનારા પીએસઆઇ સામે જાણે કે હમદર્દી બતાવાઇ હોય તેમ લાગી રહ્યું છે. મોરબીના પોલીસ અધિક્ષકે પગારનો એક ઇજાફો 1 વર્ષ માટે અટકાવવાની કારણ દર્શક નોટીસ આપી છે. પીએસઆઇને માત્ર કારણદર્શક નોટિસ આપી પોલીસે સંતોષ માની લીધો છે.
સુરત શહેરના નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલે જે પ્રેસનોટ ઇસ્યુ કરી છે તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે 6 તારીખે પોલીસ રિહર્સલ વખતે એક ઇસમ સાયકલ સાથે કોન્વોયમાં ઘુસી ગયો હતો જે સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી જેમાં મોરબી જીલ્લાથી અત્રે બંદોબસ્તમાં આવેલ એક પીએસઆઇ દ્વારા અણછાડતું વર્તન કરવામાં આવેલું હતું. જે બાબતે સુરત શહેર પોલીસ દ્વારા આ પીએસઆઇ બી.કે.ગઢવીનો રિપોર્ટ કરી પોતાના જીલ્લામાં મોકલી આપેલ છે અને આગળની કાર્યવાહીમાં પોલીસ અધીક્ષક મોરબી દ્વારા તાત્કાલિક પીએસઆઇ બી.કે.ગઢવીને આ ગંભીર કસુર બદલ સખ્ત પગલાં લેવામાં આવેલ છે અને તેમના પગારનો એક ઇજાફો 1 વર્ષ અટકાવવાની કારણદર્શક નોટીસ આપેલ છે.
પોલીસે માત્ર નામ પુરતી કારણદર્શક નોટીસ આપીને ફરી એક વાર એ જ ભૂલ કરી છે જે પીએસઆઇએ કરી છે.
આ ઘટનામાં પોલીસની બર્બરતા જોવા મળી છે જેમાં સાયકલ પર જઇ રહેલા એક બાળકને પીએસઆઇએ માથાના વાળ ખેંચીને માર માર્યો હતો. આ બાળકની ભૂલ કહો તો ભૂલ અને અજ્ઞાનતા કહો તો અજ્ઞાનતા પણ તે રિહર્સલના રુટ ઉપર રિહર્સલ દરમિયાન વચ્ચેથી સાયકલ લઇને પસાર થઈ ગયો હતો. પીએસઆઇ બાળકને માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો.
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે ગુરુવારે પોલીસ તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું અને તે રિહર્સલ દરમિયાન એક બાળક પોતાની સાયકલ લઇને રુટમાં પ્રવેશી ગયું હતું જેથી ત્યાં બંદોબસ્તમાં હાજર પીએસઆઇ બી.એ.ગઢવી ઉશ્કેરાઇ ગયા હતા અને તેમણે બાળકના માથાના વાળ પકડીને ખેંચીને માર માર્યો હતો. ખરેખર તો આ પીએસઆઇએ બાળકને સમજાવીને ઘેર મોકલી દેવો જોઇતો હતો પણ તેમણે ખુલ્લેઆમ જાણે બાળક ગંભીર ગુનાનો અપરાધી હોય તેમ માર માર્યો હતો.
મળતી માહિતી મુજબ બાળક સાયકલ લઈને નીલગીરી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યું હતું અને પોલીસ રિહર્સલ રૂટ પર કિશોર સાયકલ લઈને અચાનક કોન્વે પાસે આવી ગયું હતું. તે સમયે પોલીસ બંદોબસ્તમાં હાજર પીએસઆઇ એ કિશોરને અટકાવ્યો હતો અને પીએસઆઇ એ સાયકલ પર જઈ રહેલા કિશોરના વાળ ખેંચી માર્યો હતો. પોલીસે માર મારતા કિશોરનો આખં અને ગાલ પર ઈજાઓ પહોંચી હતી. આ પોલીસ ઓફિસરે તેને સમજાવવાને બદલે વાળ પકડીને ઢોર માર માર્યો હતો. ખરેખર તો પોલીસની જ ભૂલ હતી. કેમ કે તેને પહેલાં પ્રવેશવા જ શા માટે દીધો હતો? તેવો સવાલ લોકો પુછી રહ્યા છે. આ પીએસઆઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માગ કરી છે.
પોલીસે માત્ર નામ પુરતી કારણદર્શક નોટીસ આપીને ફરી એક વાર એ જ ભૂલ કરી છે જે પીએસઆઇએ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.