ધંધુકાના પચ્છમ ગામના સરકારી છાત્રાલયમાં સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણી
ધોરણ-11 અને 12 ના પાંચ જેટલાં વિદ્યાર્થીઓએ ભેગા મળી સગીર સાથે જાતીય સતામણી કરી

ધંધુકા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપી વિદ્યાર્થીની કરી ધરપકડ કરી તપાસ હાથ ધરી

ધંધુકા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપી વિદ્યાર્થીની કરી ધરપકડ કરી તપાસ હાથ ધરી
સુરેશ વણોલ, અમદાવાદ
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પચ્છમ ગામના સરકારી છાત્રાલયમાં વિદ્યાર્થી સાથે જાતીય સતામણીનો વીડિયો વાયરલ થયો છે. શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ઘટનાનો વીડિયો જોઈને સૌ કોઈ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. ધંધુકા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી એક સગીર વિદ્યાર્થીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ધંધુકા તાલુકાના પચ્છમ ગામમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની સરકારી શાળા અને છાત્રાલય આવેલી છે. આ છાત્રાલયમાં સગીર વિદ્યાર્થ સાથે જાતીય સતામણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હોસ્ટેલના એક રૂમમાં બંધ કરી વિદ્યાર્થીને નગ્ન કરી જાતીય સતામણી કરી રહ્યા છે. ધોરણ-11 અને 12 માં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતાં પાંચ જેટલા વિદ્યાર્થીઓએ ભેગા મળી ધોરણ-9 ના સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણી કરી માર માર્યો હતો.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ધંધૂકા પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચતાં પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને એક સગીર આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓની સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે. પાંચ જેટલા વિદ્યાર્થીઓએ ભોગ બનનાર વિદ્યાર્થી સાથે બીજી વખત રેગિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર વિદ્યાર્થીએ આ પ્રકારનું બીજી વખત કૃત્ય કર્યુ હોવાની ફરિયાદ કરી છે.
જાતીય સતામણી કરનાર અને વીડિયો બનાવનાર સહિત પાંચ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ સાથે કૃત્ય કર્યુ છે કે કેમ તે દિશામાં ધંધૂકા પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયો વાયરલ થતા દુષ્કૃત્ય આચરનાર વિદ્યાર્થીઓ, છાત્રાલયના વ્યવસ્થાપકો અને કાયદો વ્યવસ્થા બાબતે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. સગીર વિદ્યાર્થી સાથે હેવાનિયત આચરનાર આરોપી વિદ્યાર્થીઓ સગીર હોવા છતાં તેમની સામે કડક કાર્યવાહીની લોકોએ માંગ કરી છે.
વીડિયોમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ અન્ય સગીર વિદ્યાર્થી સાથે અભદ્ર હરકત કરતા જોવા મળી રહ્યાં છે. સગીર વિદ્યાર્થી સાથે સહ વિદ્યાર્થીઓ દ્વારા દુષ્કૃત્ય આચરાતું હોવાનું જોઇ શકાય છે. વીડિયોમાં પીડિત વિદ્યાર્થી પર એટલી હદે કૃરતા આચરાઈ રહી છે કે તે પોક મૂકીને રડી રહ્યો છે. તેને પીડા થઈ રહી હોવા છતાં નફ્ફટ આરોપી વિદ્યાર્થીઓ તેની પર વધારે જુલમ ગુજારી રહ્યા છે.
ભોગ બનનાર વિદ્યાર્થી બૂમો પાડે કે રડે તો તેને ચૂપ કરાવવા વધુ મારવામાં આવે છે. ચપ્પલ અને લાકડી વડે તેને મારવામાં આવે છે. સમગ્ર ઘટનાનો વીડિયો એક વિદ્યાર્થી ઉતારી રહ્યો છે. રૂમમાં રહેલા અન્ય વિદ્યાર્થીઓ સમગ્ર નજારો જોઈ રહ્યા હોવા છતાં કોઈ રોકતુ નથી. પીડિતને ગંભીર ઈજાઓ થઈ હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. બીકનો માર્યો તે બૂમ પાડી મદદ પણ માગી રહ્યો છે.
પોલીસ સ્ટેશન કેમ્પસમાં ફરિયાદીના પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ...
સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણીની ફરિયાદ નોંધાતા ધંધુકા પોલીસે પાંચ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે એક આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરીને ધંધુકા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. તે સમયે સગીર આરોપી પર પીડિત વિદ્યાર્થીના પરિવારજનોએ હુમલો કર્યો હતો. આરોપીને પોલીસ પાસેથી ઝુંટવીને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. ભોગ બનનારના વાલી અને પોલીસ વચ્ચે પોલીસ સ્ટેશન કેમ્પસમાં ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીના દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.