12 જૂન..સમાચારોની દુનિયા..ઘડિયાળનો કાંટો ફર્યો...હજું પણ અમે સ્તબ્ધ છીએ
બેનિફીટ ન્યુઝ રુમમાં તે દિવસે અમે બધા જ સ્તબ્ધ હતા..અને કદાચ વર્ષો સુધી રહીશું

બેનિફીટ ન્યુઝ રુમમાં તે દિવસે અમે બધા જ સ્તબ્ધ હતા..અને કદાચ વર્ષો સુધી રહીશું

બેનિફીટ ન્યુઝ રુમમાં તે દિવસે અમે બધા જ સ્તબ્ધ હતા..અને કદાચ વર્ષો સુધી રહીશું
12 જૂન...2025....બરાબર એક મહિના પહેલા આજના દિવસે મારી અને મારા સહકર્મીઓની સમાચારોની દુનિયા રાબેતા મુજબ ચાલી રહી હતી. હું લંચ બ્રેકમાં મારા સાથી કર્મચારીઓ સાથે જમી રહ્યો હતો. લગભગ પોણા બે વાગ્યાના અરસામાં અમારા એડિટર હરેશ ઝાલા અચાનક દોડતા દોડતા લંચ રુમમાં આવ્યા અને અમને બધાને કહ્યું કે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે. આ સાંભળીને હું અને મારા સહકર્મીઓ ચોંકી ગયા. અમે જમ્યા ..ના જમ્યા..અને ફટાફટ ઉભા થઇ ગયા.
તુરત જ ફોન ચેક કર્યો તો અમારા રિપોર્ટ્સે મોકલેલા વિડીયો જોયા અને લાગ્યું કે ખુબ જ મોટી હોનારત થઇ છે. અમે વિડીયો જોયા તો ખબર પડી અને જે માહિતીઓ અમારી પાસે રિપોર્ટર દ્વારા આવતી હતી તેને જોયા બાદ ખ્યાલ આવ્યો કે અમદાવાદથી લંડન જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થયાની ગણતરીની મિનીટોમાં મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થઇ ગઇ છે.
અમારી આખી ટીમ તુરત જ ફટાફટ સમાચારો અને તેનું અપડેટ્સ લોકો સુધી પહોંચાડવા લાગ્યા. લાઇવ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા અને વેબ આર્ટિકલ દ્વારા પળે પળની માહિતી અમે અમારા દર્શકો વાચકો સુધી પહોંચાડવા લાગ્યા હતા.
બેનિફીટ ન્યુઝના ન્યુઝ રુમની અમારી ટીમમાં સૌ કોઇ સ્તબ્ધ હતા. 242 મુસાફરો અને જે હોસ્ટેલ પર વિમાન પડ્યું હતું ત્યાંના વિદ્યાર્થીઓ અને આસપાસના વિદ્યાર્થીઓનું શું થયું હશે તે કલ્પના બહારની વાત હતી. સતત સ્થળ પરથી અમને સમાચારો મળી રહ્યા હતા અને તે પ્રમાણે પ્લેનમાં બેઠેલા તમામ મુસાફરોના મોત થયા હોવાનું કન્ફર્મ થઇ રહ્યું હતું. ત્યાં જ એક ઝાટકો એવો લાગ્યો કે સમાચાર મળ્યા કે પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પણ સવાર હતા.
જો કે કોઇ મહાનુભાવ આ જ પ્લેનમાં હોય અને તેમના વિશે સમાચાર કન્ફર્મ કર્યા વગર લોકો સમક્ષ મુકાય નહીં તેની અમને ખબર હતી. અમે આ સમાચાર કન્ફર્મ કર્યા અને ત્યારબાદ પણ મનમાં હંમેશા અવઢવમાં જ રહ્યા હતા કે શું ખરેખર વિજય રુપાણી આ પ્લેનમાં છે ખરા..
તેવામાં અમારી સામે એક શખ્સ સાઇટ પરથી દોડતો દોડતો બહાર નિકળી રહ્યો છે અને લોકો તેને 108 એમ્બ્યુલન્સમાં બેસાડે છે તેવા વિઝ્યુલ્સ પણ મળ્યા..તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આ વિશ્વાસ કુમાર છે અને તે પણ આ પ્લેનમાં લંડન જઇ રહ્યો હતો અને તે બચી ગયો છે.
વિશ્વાસ કુમાર બચી ગયો હોવાનું જણાતા એક આશા બંધાઇ કે કદાચ અન્ય લોકો પણ બચી ગયા હશે અને તે આશા સાથે અમે અમારું રિપોર્ટીંગ ચાલુ રાખ્યું અને પળેપળની માહિતી લોકો સુધી પહોંચાડતા રહ્યા...
જો કે સાંજ પછી લગભગ ક્લિયર થઇ ગયું હતું કે માત્ર વિશ્વાસ કુમાર સિવાય પ્લેનમાં કોઇ બચ્યું ન હતું. સાંજે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પણ જાહેર કર્યું કે પ્લેનમાં પૂર્વ સીએમ વિજય રુપાણી પણ હતા.
તે દિવસે મોડી રાત સુધી અને ત્યારબાદ લગાતાર 15 દિવસ સુધી અમે સતત પ્લેન ક્રેશના સમાચારો અને અપડેટથી લોકોને અવગત કરાવતા રહ્યા પણ એક સાથે 260 લોકોના જીવ ગયા એ હજું પણ માનસપટ પરથી હટતું નથી. આજે બરાબર એ દુર્ઘટનાને 1 મહિનો થયો છે ત્યારે એ તમામ મૃતકોને બેનિફીટ ન્યુઝ તરફથી અમારી શ્રદ્ધાંજલિ
આ પણ વાંચો---
ઉડ્ડયન નિષ્ણાત માર્ક માર્ટિનનો ચોંકાવનારો ખુલાસો..લગભગ અશક્ય છે કે કોઈ પણ....
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!