રક્ષિત ચૌરસિયાના જામીન SCએ રાખ્યા યથાવત
'બીજો રાઉન્ડ' બૂમો પાડનાર આરોપીને રાહત; સુપ્રીમમાં ગુજરાત સરકારની હાર, SCએ મહોર મારી

રક્ષિત ચૌરસિયાના જામીન SCએ રાખ્યા યથાવત

રક્ષિત ચૌરસિયાના જામીન SCએ રાખ્યા યથાવત
વડોદરામાં ગયા વર્ષે માર્ચ મહિનામાં ડ્રગ્સના નશામાં ધુત થઈને પોતાની લક્ઝરી કાર લોકો પર ચડાવી દેનાર ઉત્તર પ્રદેશના 23 વર્ષીય કાયદાના વિદ્યાર્થી રક્ષિત ચૌરસિયાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે તેને આપેલા જામીનને રદ કરવાની રાજ્ય સરકારની માગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
13 માર્ચ, 2025ના રોજ વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં કાળા રંગની ફોક્સવેગન વર્ટસ કાર લઈને રક્ષિતે ભારે અકસ્માત સર્જ્યો હતો. સીસીટીવી ફૂટેજ મુજબ, પુરપાટ ઝડપે આવતી કારે કાબૂ ગુમાવી અનેક રાહદારીઓ અને ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા.
આ અકસ્માતમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 12 વર્ષની બાળકી સહિત સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જ્યા બાદ રક્ષિત કારમાંથી બહાર આવ્યો હતો અને કોઈ પણ પસ્તાવો કરવાને બદલે "અનધર રાઉન્ડ, અનધર રાઉન્ડ" (બીજો રાઉન્ડ) જેવી બૂમો પાડી રહ્યો હતો.
પોલીસે તેની સામે NDPS એક્ટ અને મોટર વ્હીકલ એક્ટની કલમ 185 હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસમાં તેણે ભાંગ (કેનાબીસ)નું સેવન કર્યું હોવાનું કબૂલ્યું હતું.
સુપ્રીમ કોર્ટની દલીલો
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારના વકીલે દલીલ કરી હતી કે આરોપી સમાજ માટે જોખમી છે અને તેણે ડ્રગ્સના નશામાં આ કૃત્ય કર્યું છે. જોકે, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે અવલોકન કર્યું કે આરોપી અગાઉ 9 મહિના જેલમાં વિતાવી ચૂક્યો છે.
કોર્ટે એમ પણ ઉમેર્યું કે આ કોઈ સ્વૈચ્છિક કે જાણી જોઈને કરેલું કૃત્ય જણાતું નથી અને જામીન રદ કરવાનો ઈનકાર કર્યો હતો.
નોંધનીય છે કે અકસ્માતના એક મહિના પહેલા જ રક્ષિત ફતેહગંજ વિસ્તારમાં હંગામો કરવા બદલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, પરંતુ ત્યારે માફીનામું આપીને છૂટી ગયો હતો. આ વખતે કાયદાકીય જંગમાં તેને સર્વોચ્ચ અદાલતમાંથી જામીન પર રહેવાની મંજૂરી મળી છે.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી પીડિત પરિવારોમાં ભારે આક્રોશ અને નિરાશા જોવા મળી રહી છે. મૃતક હેમાલીબેનના પરિવારે આ નિર્ણયને "અત્યંત પીડાદાયક" ગણાવ્યો છે અને કહ્યું છે કે આનાથી ન્યાયતંત્ર પરનો તેમનો વિશ્વાસ ડગમગી રહ્યો છે.
જોકે રક્ષિતને હિટ એન્ડ રન કેસમાં જામીન મળી ગયા છે, પરંતુ તેની સામે નોંધાયેલો NDPS એક્ટ (નશીલા દ્રવ્યોનો કાયદો) હેઠળનો કેસ હજુ ચાલુ રહેશે. હવે જોવાનું એ રહેશે કે ટ્રાયલ દરમિયાન ડ્રગ્સના સેવનનો પુરાવો તેની સજામાં કેટલો મોટો ભાગ ભજવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.