દશેરા સ્પેશિયલ ફાફડા-જલેબી માટે સવારથી પડાપડી
અમદાવાદની લગભગ તમામ ફરસાણની દુકાનો પર લોકોની ભારે ભીડ છે.

ફાફડા-જલેબી

ફાફડા-જલેબી
અમદાવાદ: આજે દશેરાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવા માટે ફરસાણની દુકાનો પર અમદાવાદીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા બાદ પણ, વહેલી સવારથી અમદાવાદીઓ ફાફડા-જલેબીનો સ્વાદ માણવા લાઈનમાં ઊભા જોવા મળે છે. અમદાવાદની લગભગ તમામ ફરસાણની દુકાનો પર લોકોની ભારે ભીડ છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલી નવીન ચવાણા જેવી જાણીતી ફરસાણની દુકાનો પર લોકો વહેલી સવારથી જ ફાફડા-જલેબી લેવા માટે આતુર દેખાઈ રહ્યા છે.
મોડી રાતથી જ ફાફડા-જલેબીની ખરીદી શરૂ:
ગુજરાતીઓ માટે દશેરા એટલે જાણે ફાફડા-જલેબી ખાવાનો તહેવાર બની ગયો છે. અમદાવાદીઓ શ્રી રામની રાવણ પરની જીતની ઉજવણી ફાફડા-જલેબી ખાઈને કરી રહ્યા છે. અમદાવાદની ફરસાણની તમામ દુકાનો પર મોડી રાતથી જ લોકો લાઈન લગાવીને ઊભા થઈ ગયા હતા. મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા પછી પણ અમદાવાદીઓ થાક્યા નથી અને ફાફડા-જલેબી ખાવા માટે લાઈનમાં ઊભા રહેલા જોવા મળે છે. બસ, આજના દિવસે લોકોની એક જ આશા છે કે તેમનો નંબર વહેલી તકે આવી જાય અને તેમને મનપસંદ ફાફડા-જલેબી ખાવા મળી જાય.
આખી રાત ગરબા બાદ પણ ઉત્સાહ બરકરાર:
ગુજરાતીઓ આખી રાત ગરબા કર્યા પછી પણ તેમનામાં જલેબી-ફાફડા ખાવાનો ઉત્સાહ ખૂબ જ જોરદાર જોવા મળી રહ્યો છે. ઘણા લોકો રાતથી જ જલેબી-ફાફડા લેવા માટે લાઈનમાં લાગી ગયા હતા. હવેના સમયમાં દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવા એ એક ક્રેઝ બની ગયો છે, જાણે કે તે ખાધા વગર દશેરા અધૂરા હોય! આ જ કારણ છે કે લોકોમાં આ નાસ્તો ખાવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદની અનેક જગ્યાઓ પર જલેબી-ફાફડા લેવા માટે પડાપડી થતી હોય છે. એક અંદાજ મુજબ, ગુજરાતીઓ દશેરાના દિવસે કરોડો રૂપિયાના જલેબી-ફાફડા આરોગી જાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!