ગુજરાતના હાઇવે પર ખાડા, ટોલ ટેક્સમાં સતત વધારો
ખખડધજ રસ્તાઓ વચ્ચે ટોલ વસૂલી વધી, માર્ગ-મકાન વિભાગ પર ભ્રષ્ટાચારના આક્ષેપ

ગુજરાતના ટોલ રોડ ઉપર ખાડાની ફાઈલ તસવીર

ગુજરાતના ટોલ રોડ ઉપર ખાડાની ફાઈલ તસવીર
ગુજરાતમાં રસ્તાઓની હાલતને લઈને ફરી એકવાર રાજકીય ચર્ચા તેજ બની છે. કોંગ્રેસે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, રાજ્યના અનેક હાઇવે અને આંતરિક રસ્તાઓ નબળી ગુણવત્તાના બનતા હોવાથી વરસાદ બાદ સ્થિતિ વધુ ખરાબ બની જાય છે. ઘણા રસ્તાઓ પર હજુ સુધી પૂરતી મરામત પણ કરવામાં આવી નથી.
કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર નવા રસ્તાઓની જાહેરાતો તો કરે છે, પરંતુ ઘણા પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થતા નથી. અમદાવાદ-રાજકોટ હાઇવેનું કામ 2018માં શરૂ થઈ બે વર્ષમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ વર્ષો વીતી ગયા હોવા છતાં પ્રોજેક્ટ હજુ પૂર્ણ થયો નથી.
રાજકોટ-જેતપુર હાઇવેનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે, 60 કિલોમીટર વિસ્તારમાં લગભગ 60 જેટલા ડાયવર્ઝન બનાવવામાં આવ્યા છે. આ કારણે રોજ હજારો વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાવું પડે છે. ડાયવર્ઝન રસ્તાઓને પક્કા બનાવવા જોગવાઈ હોવા છતાં ઘણા સ્થળોએ ડામર રોડ બનાવવામાં આવ્યા નથી.
કોંગ્રેસના આક્ષેપ મુજબ રાજ્યના 34 જિલ્લાઓમાં આંતરિક રસ્તાઓની હાલત સુધરતી નથી. માર્ગ અને મકાન વિભાગમાં વહીવટી બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે રસ્તાઓની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અનેક સ્થળોએ ધારાસભ્યોને કરોડો રૂપિયાના રસ્તા કામ માટે મંજૂરી મળ્યા છતાં વર્ષો સુધી કામ પૂર્ણ થતું નથી તેવી ફરિયાદો પણ કરવામાં આવી છે.
બીજી તરફ ટોલ ટેક્સ વસૂલી સતત વધી રહી છે. સરકારી આંકડાઓ મુજબ વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા પરથી કુલ 5450 કરોડ રૂપિયા જેટલી આવક થઈ છે. એટલે કે દરરોજ સરેરાશ લગભગ 14.93 કરોડ રૂપિયાની આવક ટોલમાંથી થઈ રહી છે.
છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ મુજબ ફાસ્ટેગ મારફતે ગુજરાતના વાહનચાલકોએ 16 હજાર કરોડ રૂપિયાથી વધુ ટોલ ટેક્સ ચૂકવ્યો છે. વર્ષ 2023માં દરરોજ સરેરાશ 13.14 કરોડ રૂપિયાનો ટોલ વસૂલાતો હતો, જે 2024માં વધીને 13.44 કરોડ થયો. 2025માં આ આંકડો વધીને 17.58 કરોડ રૂપિયા પ્રતિ દિવસ સુધી પહોંચી ગયો છે.
પેટ્રોલિયમ ઉત્પાદનો પર વસૂલાતા સેલ્સ ટેક્સ અને વેટમાંથી પણ રાજ્ય સરકારને મોટી આવક થાય છે. વર્ષ 2024-25 દરમિયાન લગભગ 24,586 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે.
આ પરિસ્થિતિમાં વિરોધ પક્ષે સવાલ ઉઠાવ્યો છે કે નાગરિકો ટોલ અને ટેક્સના રૂપમાં મોટી રકમ ચૂકવે છે છતાં તેમને સારી ગુણવત્તાના રસ્તાઓ કેમ મળતા નથી. અનેક હાઇવે અને આંતરિક માર્ગો હજુ પણ ખાડાઓ અને ખરાબ હાલતમાં જોવા મળે છે, જેને કારણે વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.