વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ સ્થિત રાજીવ નગર ખાતે ગઈકાલે ગંદા પાણીની ફરિયાદ મુદ્દે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને માટલા ફોડી કોર્પોરેટરો કામગીરી કરતા નથી તેવા આક્ષેપ કર્યા હતા એ જ રીતે આજે ખોડીયાર નગર પાસે આવેલા રામેશ્વરપુરમ સોસાયટીના રહીશોએ પણ ગંદા પાણી મુદ્દે હોબાળો મચાવ્યો હતો.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની તંગદિલી સાથે સાથે અનેક વિસ્તારોમાં ગંદુ પાણી આવતા હોવાની ફરિયાદો સ્થાનિક રહીશો કરતા રહે છે પરંતુ વહીવટી તંત્ર તેનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ નીકળ્યું છે ત્યારે ગઈકાલે રાજીવ નગર વિસ્તારમાં ગંદા પાણી મુદ્દે હોબાળો મચાવ્યો હતો એ જ રીતે આજે ખોડીયાર નગર પાસે આવેલા રામેશ્વરપુરમ સોસાયટીના રહીશોએ ગંદા પાણી મુદ્દે માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો
સ્થાનિક રહીશોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ગંદુ પાણી આવે છે જેની ફરિયાદો કોર્પોરેટરોને કરવામાં આવી છે છતાં કોઈ ઉકેલ આવતો નથી લોકોને પીવાનું પાણી ખરીદને પીવું પડે છે.અનેકવાર ફરિયાદ કર્યા બાદ પણ કોઈ જવાબ આપવામાં આવતો નથી.આંખ આડા કાન કરે છે.સવારે પાણીના ટાઈમએ ગટરનું પાણી આવે છે.ઘણી વખત ગટરના પાણીની અંદર જીવજંતુ પણ જોવા મળે છે.પાણીમાંથી ગંદી ગટરનીવાસ આવે છે જેના કારણે રહી શકાતું નથી. દુર્ગંધ બવ જ ખરાબ આવે છે.અનેકોવાર વિરોધ પણ કર્યું પણ બેદરકારી જોવા મળી રહી છે.આજુ બાજુના અનેક વિસ્તારોમાં પણ કેટલા દિવસથી ગંદા પાણીની સમસ્યા જોવા મળી રહી છે.તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો.