જાણીતા હાસ્ય કલાકાર અને સ્ટેન્ડઅપ કોમેડિયન વસંત પરેશ “બંધુ” નું નિધન
કવિ વસંત પરેશ “બંધુ” એ હાસ્યની દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી

જાણીતા હાસ્ય કલાકાર અને સ્ટેન્ડઅપ કોમેડિયન વસંત પરેશ “બંધુ” નું નિધન

જાણીતા હાસ્ય કલાકાર અને સ્ટેન્ડઅપ કોમેડિયન વસંત પરેશ “બંધુ” નું નિધન
ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર અને સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે જાણીતા બનેલા કવિ વસંત પરેશ “બંધુ” નું 70 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ જામનગર ખાતે રહેતા હતા. તેમની સ્મશાન યાત્રા આજે સાંજે સાડા ચાર કલાકે નિકળશે.
કલાકાર અને કવિ વસંત પરેશ “બંધુ”ના નિધનથી સાહિત્ય રસીકો અને કલા રસિકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતીઓ વસંત પરેશ “બંધુ”ના નિર્દોષ જોકને ખુબ જ પસંદ કરતા હતા. તેમણે અનેક શો કર્યા છે જેને લોકોએ વખાણ્યા હતા. તેમણે ચૂંટણી જંગ, વસંતનું શટર ડાઉન, મારી અર્ધાગીની, પોપટની ટિકીટ ના હોય સહિતના અનેક હિટ શો કર્યા હતા
કવિ વસંત પરેશ “બંધુ” એ હાસ્યની દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી . તેમણે દેશ વિદેશમાં ઘણા શો કર્યા હતા તથા ઉભરતા નવા કલાકારોને પણ તક આપી હતી. દુનિયાને હસાવનાર કવિ વસંત પરેશ “બંધુ” એ દુનિયાને અલવિદા કરી દીધી છે. તેમની અંતિમ યાત્રા જામનગરમાં તેમના નિવાસ્થાન ર૦૩, લક્ષ્મી એપાર્ટમેન્ટ મંગલબાગ શેરી નંબર-૧ જામનગરના સ્થળેથી થી બપોરે ૪.૩૦ વાગ્યે નીકળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.