આરોગ્ય વિભાગની સ્ટાફ નર્સ (વર્ગ-3)ની ભરતીમાં કૌભાંડ થયાનો આક્ષેપ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને ઓલ ગુજરાત નર્સીંગ યુનિયને ઉઠાવ્યા સવાલ

ભરતી કોભાંડ મામલો

ભરતી કોભાંડ મામલો
ગુજરાતમાં અગાઉ 14 જેટલી ભરતીના પેપર લીક થતાં સરકારની કામગીરી અંગે સવાલ ઉઠ્યા હતા. તેવામાં તાજેતરમાં લેવાયેલી આરોગ્ય વિભાગની સ્ટાફ નર્સ(વર્ગ-3)ની ભરતીને લઈ વિવાદ થયો છે. 9 ફેબ્રુઆરીને રવિવારના રોજ લેવાયેલી પરીક્ષાની જાહેર થયેલી આન્સર કીને લઈ કૌભાંડ થયાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, નર્સીંગ યુનિયન અને કોંગ્રેસ સવાલ ઉઠાવતાં વિવાદ વધુ ઘેરાયો છે. આન્સર કીમાં ક્રમબધ્ધ રીતે ગોઠવેલા જવાબ અંગે સવાલ ઉઠાવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા 9 ફેબ્રુઆરીને રવિવારના રોજ સ્ટાફ નર્સ વર્ગ-૩પરીક્ષા લેવામાં આવી હતી. કુલ 1,903 સ્ટાફ નર્સની ભરતી માટે યોજાયેલી પરીક્ષા બાદ જાહેર કરાયેલી આન્સર કીને લઈ ગેરરીતિની આશંકા સેવાઈ રહી છે. આરોગ્ય વિભાગ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ લીધેલી પરીક્ષા અંતર્ગત સોમવારે જાહેર કરેલી ચાર અલગ અલગ પ્રકારના પેપરની આન્સર-કીમાં ક્રમબધ્ધ રીતે 100 પ્રશ્નોના સાચા જવાબ ABCD એ પ્રકારે જાહેર થતા ભરતી પરીક્ષામાં કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ છે.
ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દ્વારા અગાઉ લેવાયેલી મહેસૂલી તલાટીથી લઈને અનેક સરકારી ભરતી પરીક્ષામાં કૌભાંડ બહાર આવ્યા હતા. તેમ છતાં ગૌણ સેવા પસંદગી મંડળના બદલે રાજ્ય સરકારના અનેક વિભાગો વર્ગ-૩ની ભરતી માટે GTUની પસંદગી કરી રહ્યા છે. આરોગ્ય વિભાગે ગત વર્ષે 1,903 સ્ટાફ નર્સની ભરતી જાહેર કરી હતી. જેના માટે રવિવારે 99 કેન્દ્રો ઉપર 100 માર્ક્સના બે પ્રશ્નપત્રોની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 53,628 માંથી 87 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ સોમવારે GTUએ ચાર અલગ અલગ સેટના પ્રશ્નપત્રોની આન્સર-કીની જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ આન્સર-કીમાં ક્રમબધ્ધ રીતે 1 થી 100 સુધીના પ્રશ્નોમાં એક જ પ્રકારે A,B,C,D તરીકે સાચા જવાબો સૂચવાયા છે.
સામાન્ય રીતે પ્રશ્નપત્રો બદલાય તેમ સાચા જવાબો અર્થાત વિકલ્પનો ક્રમ આવી રીતે ક્રમબધ્ધ હોતો નથી અને હોઈ પણ શકે નહીં. ક્રમબધ્ધ ગોઠવણને જોઈ કૌભાંડ કે સેટિંગ થયાની આશંકા સેવાઈ રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ભરતીમાં કૌભાંડનો આક્ષેપ કરી તપાસ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે માત્ર સોશિયલ મીડિયામાં વિરોધ કરી વહેતી ગંગામાં હાથ ધોવાનો પ્રયાસ કર્યો છે. આન્સર-કી જાહેર થતાંની સાથે ઉમેદવારો આરોગ્ય વિભાગ અને સરકારને આડે હાથ લઈ વિવિધ આક્ષેપો કરતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. તેવા સમયે આરોગ્ય વિભાગ ઉમેદવારો રજૂઆત કરે તો તપાસ કરાશે તેમ કહીને જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે. ત્યારે અગાઉના ભરતી કૌભાંડની માફક સ્ટાફ નર્સના ભરતી કૌભાંડ મામલે તપાસ કરાશે કે કેમ તે જોવું રહ્યું....
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.