રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું
કચ્છના ધોરડોના સફેદ રણ ખાતે યોજાતા "રણોત્સવ" પર્યટકો માટે હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બની ચુક્યું છે

રણોત્સવ

રણોત્સવ
કચ્છના ધોરડોના સફેદ રણ ખાતે યોજાતા "રણોત્સવ" પર્યટકો માટે હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બની ચુક્યું છે..રણોત્સવ 2024 - 2025 નું સમાપન થયું છે .આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ મુલાકાત લીધી છે જેના કારણે તંત્રને કરોડોની રૂપિયાની આવક થઈ છે .
દરવર્ષે કચ્છના ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે ..કચ્છ ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે .. .. રણોત્સવ પ્રારંભ સાથેજ દેશ વિદેશમાંથી પ્રવાસી કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે..દેશ-વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોત-પોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે. ક્યારેય ન નિહાળ્યું હોય તેવુ ડેસ્ટિનેશન નિહાળી પ્રવાસીઓમાં અનેરો આનંદ સાથે સફેદરણની મજા માણી રહ્યા છે.. ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સફેદરણની મુલાકાતે આવતા પ્રવાસીનો સખ્યામાં વધારો છે .. આ વર્ષે 4 લાખ પ્રવાસીઓએ સફેદ રનની મુલાકાત કરી છે જેમાં 774 જેટલા વિદેશી પ્રવાસીનો પણ સમાવેશ થાય છે .. રણોત્સવના કારણે તંત્રને 4 કરોડ 85 લાખની આવક થઈ છે ..
રણ કે રંગ થીમ પર યોજાયો રણોત્સવ
દર વર્ષે અલગ અલગ થીમ પર રણોત્સવનું આયોજન કરવામાં આવે છે .. આ વર્ષે રણ કે રંગ નામની થીમ પર રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું .. .રણોત્સવમાં પ્રવાસીઓ આકર્ષવા માટે આવર્ષે રણોત્સવમાં કેટલાક નવા રંગો ઉમેરવામાં આવ્યા છે ..તંબુનગરીમાં 400 જેટલા ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે જેમાં રજવાડી અને દરબારી ટેન્ટનો સમાવેશ કરાયો હતો
રણોત્સવને નો પ્લાસ્ટિક ઝોન જાહેર કર્યો
આ વર્ષે રણોત્સવ વિસ્તારને નો પ્લાસ્ટિક જોન જાહેર કર્યો હતો .. અહિયાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને સફેદરણમાં સફાઇ પર ભાર મૂકવામાં આવ્યો હતો . ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઓપન હોપઓફ સર્વિસ ચાલુ કરવામાં આવી હતી ..
રણોત્સવ મહત્વની ઈવેન્ટનું સાક્ષી બન્યું
આ વર્ષે રણોત્સવમાં લાખો પ્રવાસીઓએ સફેદરણ અને ટેન્ટસીટીની મુલાકાત કરી અલગ અનુભૂતિ કરી .. આ વર્ષે રણોત્સવ દરમિયાન મુખ્યમંત્રીની મુલાકાત , આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ , સુર્ય કિરણ એરશો , પંચાયત પરિષદ સમિટનું સાક્ષી બન્યું હતું ...ધોરડોનું સફેદરન પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે ..આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓએ રણોત્સવની મજા માણી છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.