સ્કૂલનો પ્રવાસ માતમમાં ફેરવાયો,વિદ્યાર્થીનું મોત
સાસણના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી ધોરણ-8 ના વિદ્યાર્થીનું મોત, પરિવારમાં શોક

સ્કૂલ પ્રવાસ દુર્ઘટના

સ્કૂલ પ્રવાસ દુર્ઘટના
રાજકોટના હાથીખાના વિસ્તારની નવયુગ સ્કૂલનો શૈક્ષણિક પ્રવાસ એક માસૂમ બાળક માટે અંતિમ પ્રવાસ સાબિત થયો છે. સાસણ નજીક આવેલા એક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા 13 વર્ષીય વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
કેવી રીતે બની આ દુર્ઘટના?
રાજકોટની નવયુગ સ્કૂલના અંદાજે 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો સોમનાથ અને સાસણના પ્રવાસે ગયા હતા. શુક્રવારે બપોરે તમામ લોકો સાસણ-તાલાલા રોડ પર આવેલા 'ધ ગીર ગેટ વે રિસોર્ટ' ખાતે વિરામ માટે રોકાયા હતા. ભોજન બાદ ધોરણ-8 માં ભણતો હાર્દિક મુકેશભાઈ બારૈયા અન્ય મિત્રો સાથે રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નહાવા ઉતર્યો હતો. આ દરમિયાન અચાનક તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પરિવારમાં હૈયાફાટ કલ્પાંત :
મૃતક હાર્દિક બે બહેનોનો એકનો એક ભાઈ હતો. તેના પિતા કેમિકલ ફેક્ટરીમાં મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. લાડકવાયા દીકરાના મોતના સમાચાર મળતા જ માતા-પિતા હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તેમના કલ્પાંતથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું.
શિક્ષકોની બેદરકારી સામે સવાલો :
વિદ્યાર્થીના પરિવારે શાળાના શિક્ષકો અને સંચાલકો પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં બાળકો પૂલમાં નહાતા હતા ત્યારે શિક્ષકો ક્યાં હતા? હોટલ સ્ટાફ અને શિક્ષકોની દેખરેખના અભાવે આ હોનારત સર્જાઈ હોવાનું પરિવારનું માનવું છે.
પોલીસ તપાસ અને કાર્યવાહી :
ઘટનાની જાણ થતા જ એસીપી રોહિત ડાંગર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મામલતદારની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી રિસોર્ટના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. આ ઘટનાને પગલે શાળા દ્વારા પ્રવાસ અધવચ્ચેથી રદ કરી તમામ બાળકોને પરત રાજકોટ મોકલી દેવાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ