રાજકોટમાં ગૌચર જમીન કૌભાંડનો મોટો ખુલાસો
લોધિકામાં ભાજપ નેતા વિવાદમાં,કલેક્ટરે DILRનો નિર્ણય રદ થતાં રાજકીય હલચલ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Rajkot : રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં ગૌચર જમીનને લઈને વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.જિલ્લા કલેક્ટરે જિલ્લા જમીન માપણી અધિકારી (DILR) દ્વારા આપવામાં આવેલા એક મહત્વપૂર્ણ હુકમને રદ કરતાં સમગ્ર મામલાએ નવો વળાંક લીધો છે. આ ઘટનાએ જમીન વ્યવસ્થાપન, સરકારી મિલકતોની સુરક્ષા અને વહીવટી પ્રક્રિયાઓ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.આ મામલો ખાસ કરીને એટલા માટે ચર્ચામાં છે કે તેમાં ભાજપના એક સ્થાનિક નેતાનું નામ જોડાઈ રહ્યું હોવાના દાવા થઈ રહ્યા છે.જોકે,જ્યાં સુધી સત્તાવાર તપાસ પૂર્ણ ન થાય અથવા સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા સ્પષ્ટ જવાબદારી નક્કી ન કરવામાં આવે,ત્યાં સુધી કોઈ વ્યક્તિને દોષિત ગણાવી શકાય નહીં.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ,લોધિકા તાલુકામાં આવેલી ગૌચર જમીનના રેકોર્ડ,માપણી અને સીમા સંબંધિત પ્રક્રિયા દરમિયાન DILR દ્વારા એક હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમ સામે રજૂઆત થતાં સમગ્ર કેસ જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચ્યો હતો.કલેક્ટરે કેસના દસ્તાવેજો, નોંધપોથી અને સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કર્યા બાદ DILRનો હુકમ રદ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. આ નિર્ણય બાદ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
37 વીઘા સરકારી અને ગૌચર જમીન મુક્ત કરાઈ
લોધિકા ગ્રામ પંચાયત દ્વારા આ આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓએ સરકારી ખરાબાની અને ગૌચરની જમીનમાં કૌભાંડ આચરીને સત્તાના જોરે DILR (જિલ્લા નિરીક્ષક જમીન દફતર) ની કચેરીમાંથી ખોટી માપણી સીટ બેસાડી દીધી હતી. જો કે, કલેક્ટરે તાત્કાલિક એક્શન મોડમાં આવીને DILR નો આ વિવાદિત હુકમ રદ કરી દીધો છે અને 37 વીઘા જમીનને ફરીથી સત્તાવાર રીતે સરકારી અને ગૌચર જમીન જાહેર કરી દીધી છે.
ગૌચરની જમીન પર શું નેતાઓની મિલીભગત?
લોધીકા ગામના નવા સર્વે નંબર 423 અને 428 ની ખાનગી જમીનોમાં રી-સર્વે પ્રમોલગેશન બાદ ક્ષતિ સુધારણાના નામે નાયબ નિયામક જમીન દફ્તર દ્વારા ભાજપ આગેવાનની તરફેણ કરી વર્ષ 2023 ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમના આધારે ખાનગી ખાતેદારોની જમીનની નવી માપણી એવી રીતે ગોઠવી જુની શરતની ખેતીની જમીન ખરીદ કરી છે.મહિલા સદસ્યના પતિ મુકેશભાઈ તોગડિયાએ જણાવ્યું હતું કે, બન્ને સર્વે નંબરવાળી ખેતીની જમીન ટીપ્પણવાળી અને જુની શરતની જમીન છે. આ જમીન 2024 માં કમલેશભાઈ મુળુભાઈ વરૂ પાસેથી વેંચાણ દસ્તાવેજથી ખરીદ કરી હોવાથી જમીનના માલિક અને કબ્જેદાર બનેલ છીએ.
ગ્રામપંચાયતની લડત રંગ લાવી
સરકારી જમીનના કમલેશભાઈ વરૂ,અજ્યભાઈ બાલધા,રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ અને ભાજપના આગેવાન મુકેશભાઈ તોગડીયા અને કૌશિકભાઈ કમાણીએ ગૌચર અને ખરાબાની જમીન દબાવી ખાનગી માપણીશીટ બેસાડી આખું કારસ્તાન કર્યું હોવાનું બહાર આવ્યું છે.તેઓએ ખોટા રેકોર્ડ બનાવી ગૌચર અને ખરાબાની જમીન દબાવી ખાનગી માપણીશીટ બેસાડી દેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.લોધીકા ગ્રામ પંચાયતે કલેક્ટરને ફરિયાદ કરી આક્ષેપ કર્યો હતો કે, ખાનગી પક્ષકારો અને સરકારી અધિકારીઓની મિલીભગતથી મૂળ ટીપ્પણ અને નકશાઓ સાથે છેડછાડ કરીને સરકારી ગૌચરની જમીન પચાવી પાડવાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
DILRનો હુકમ રદ કરતા કલેક્ટર
લોધિકાની ગૌચર જમીનને લઈને ઉભા થયેલા વિવાદે ફરી એકવાર સરકારી જમીનોના સંરક્ષણ અને વહીવટી પારદર્શિતાના મુદ્દાને કેન્દ્રસ્થાને લાવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા DILRનો હુકમ રદ કરાતા સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે.હાલ આ મામલામાં અંતિમ સત્ય સત્તાવાર તપાસ અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.તેથી કોઈપણ વ્યક્તિ અથવા પક્ષ અંગે અંતિમ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં સત્તાવાર દસ્તાવેજો અને તપાસના પરિણામોની રાહ જોવી જરૂરી છે.
સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય
લોધિકા અને આસપાસના વિસ્તારોમાં આ સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામજનોમાં પણ ગૌચર જમીન અંગે પારદર્શિતા જળવાઈ રહે તેવી માંગ ઉઠી રહી છે.સ્થાનિક લોકોનું માનવું છે કે સરકારી જમીન અંગે લેવામાં આવતા દરેક નિર્ણયમાં પારદર્શિતા અને કાયદાનું સંપૂર્ણ પાલન થવું જોઈએ જેથી ભવિષ્યમાં આવા વિવાદો ઊભા ન થાય.જમીન સંબંધિત વિવાદોમાં આવક વિભાગ, DILR, મામલતદાર, પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટર સહિતના વિવિધ સ્તરે કાર્યવાહી થઈ શકે છે.જો કોઈ પક્ષને કોઈ નિર્ણય સામે વાંધો હોય તો તે નિયમ મુજબ ઉચ્ચ સત્તા સમક્ષ અપીલ કરી શકે છે. આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ કાયદેસર અને પારદર્શક નિર્ણય સુનિશ્ચિત કરવાનો હોય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ