રાજકોટ લોધિકા સહકારી સંઘના પ્રમુખે ભાજપની વાયરલ પત્રિકાને ગપગોળા ગણાવી
ભાજપના લેટરકાંડમાં કોંગ્રેસે ઝુકાવ્યુઃ અમિત ચાવડાએ કહ્યું “ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો“

ભાજપની વાયરલ પત્રિકાને ગપગોળા ગણાવી

ભાજપની વાયરલ પત્રિકાને ગપગોળા ગણાવી
અમરેલી બાદ હવે રાજકોટમાં ભાજપનો લેટરકાંડ બહાર આવ્યો છે. ગુજરાત ભાજપના ચૂંટણી સહ ઈન્ચાર્જ અને રાજકોટના પ્રભારી ધવલ દવે વિરૂદ્ધ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે. રાજકોટ લોધિકા સહકારી સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપોને વખોડી પત્રિકાને ગપગોળો ગણાવી છે.
રાજકોટ લોધિકા સહકારી સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ પત્રિકામાં થયેલા આક્ષેપોને વખોડી કાઢ્યા છે. પત્રિકાને ગપગોળો ગણાવી નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, પત્રિકામાં લખ્યું છે કે પ્રભારી ધવલ દવેએ 7 આંકડામાં વહીવટ કરી રાજકોટ લોધિકા સંઘમાં પ્રમુખની નિમણૂક કરી છે. રા.લો.સંઘના પ્રમુખ તરીકે મારી નિમણૂક 2 મે 2023 ના રોજ થઈ હતી. જ્યારે ધવલ દવેની પ્રભારી તરીકે વરણી 16 મે 2023 ના રોજ થઈ હતી. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક 25 મે 2023 ના રોજ થઈ હતી. આ નનામાં પત્રમાં ગપગોળા હોવાનો દાવો કરી વિરોધીઓને જવાબ આપ્યો છે.
રાજકોટ ભાજપના લેટરકાંડમાં કોંગ્રેસે ઝુકાવ્યુ છે. રાજકોટ આવેલા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ પત્રિકાની બાબતને ભાજપની આંતરિક લડાઈનું પરિણામ ગણાવી છે. તેમણે ઉમેર્યુ કે, ભાજપમાં ગામથી લઈને પ્રદેશ સુધી જૂથવાદ છે. ભાજપમાં સત્તા અને ભ્રષ્ટાચારમાં ભાગબટાઈની લડાઈ છે. અમરેલી બાદ રાજકોટમાં લેટર કાંડ સામે આવ્યો છે. માનીતાઓને ફાયદો કરાવવા માટે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. સરકારે આ બાબતે FSL માં તપાસ કરાવવી જોઈએ. ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે અને ગમે ત્યારે ફૂટવાનો છે. રાજકોટમાં અનેક નેતાઓના જૂથ છે. વોર્ડ પ્રમુખો અને પેજ પ્રમુખોમાં પણ જૂથવાદ છે
મહત્વપૂર્ણ છે કે, રાજકોટમાં “ગુજરાત ભાજપના ચૂંટણી સહ ઈન્ચાર્જ ધવલ દવેના કારનામા” ના શીર્ષક હેઠળ એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સૌરાષ્ટ્રના 25 વર્ષ જૂના પાર્ટીના કાર્યકરોનું એક વિશાળ વર્તુળના નામે વાયરલ થયેલી પત્રિકામાં ધવલ દવે સામે ભ્રષ્ટાચાર અને ચારિત્ર્ય અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના પ્રભારી તરીકે ધવલ દવેએ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની નિમણૂકમાં સાત આંકડામાં વહિવટ કરી કોંગ્રેસી માણસને બેસાડ્યાનો અને આ કામમાં જિલ્લા ભાજપના અધ્યક્ષે સાથ આપ્યાનો ઉલ્લેખ કરાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.