મુંબઈ પહોંચતા પહેલાં જ ઈમરજન્સી!
દુબઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ધુમાડો, રાજકોટમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

AI જનરેટેડ

AI જનરેટેડ
Dubai Mumbai Flight Emergency Landing : દુબઈથી મુંબઈ જતી ઈન્ડિગોની એક પેસેન્જર ફ્લાઈટમાં અચાનક કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને નજીકના રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની મંજૂરી માંગી. તમામ જરૂરી સુરક્ષા પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ ફ્લાઈટને સુરક્ષિત રીતે રાજકોટ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી.
આ ઘટનાએ મુસાફરોમાં ગભરાટ ફેલાવ્યો હતો, પરંતુ એરલાઈન અને એરપોર્ટ તંત્રની ઝડપી કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની નહોતી.
કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોકની વોર્નિંગ મળતાં લેવાયો નિર્ણય
મળતી માહિતી મુજબ, ઈન્ડિગોની ફ્લાઈટ નંબર IGO1452 દુબઈથી મુંબઈ તરફ જઈ રહી હતી. ઉડાન દરમિયાન એરક્રાફ્ટના કાર્ગો કમ્પાર્ટમેન્ટ (સામાન રાખવાના વિભાગ)માં સ્મોક એલર્ટ મળતાં કોકપિટમાં ચેતવણી સક્રિય થઈ હતી. ત્યારબાદ પાયલટે કોઈ જોખમ ન લેતા નજીકના રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.કેબિન ક્રૂએ મુસાફરોને શાંતિ જાળવવા અપીલ કરી અને તમામને પોતાની સીટ પર બેસી રહેવા સૂચના આપી.
ફ્લાઈટમાં 194 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર
ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 194 લોકો સવાર હતા.સ્મોકની માહિતી મળતા જ કેટલાક મુસાફરોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.જોકે, ક્રૂ મેમ્બર્સે મુસાફરોને શાંતિ જાળવવા અપીલ કરી અને જરૂરી સૂચનાઓ આપી હતી.
રાજકોટ એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ
મુંબઈ પહોંચતા પહેલાં જ પરિસ્થિતિ ગંભીર બનતાં પાયલોટે રાજકોટ એરપોર્ટને ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો. એર ટ્રાફિક કંટ્રોલે તાત્કાલિક મંજૂરી આપી અને એરપોર્ટ પર ઈમરજન્સી સેવાઓને એલર્ટ કરી દેવામાં આવી.ફાયર બ્રિગેડ, એરપોર્ટ ફાયર એન્ડ રેસ્ક્યૂ ટીમ, એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફને રનવે નજીક તૈયાર રાખવામાં આવ્યા હતા.વિમાન સુરક્ષિત રીતે ઉતર્યા બાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો.ઈમરજન્સી લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સલામત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા નથી.એરપોર્ટ અધિકારીઓએ મુસાફરોને જરૂરી સહાયતા અને માહિતી પૂરી પાડી હતી.
લગેજ કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર ફ્લાઈટમાં લગેજ કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતો જોવા મળતાં ક્રૂ સભ્યોએ આગ પર નિયંત્રણ મેળવવા માટે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી.મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને પાયલોટે ફ્લાઈટને રાજકોટ તરફ ડાયવર્ટ કરી ઈમરજન્સી લેન્ડિંગ કર્યુ હતુ.અધિકારીઓએ જણાવ્યું છે કે ફ્લાઈટના સુરક્ષિત લેન્ડિંગ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવશે.
મેજર કોલ મળતા ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ એરપોર્ટ પહોંચી
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટમાં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતો હોવાને કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી રહ્યું હોવાનો મેજર કોલ મળતા જ રાજકોટથી મહાનગરપાલિકાના 2 ફાયર ફાઇટર અને 2 એમ્બ્યુલન્સ તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ હતી અને આ સમયે ફાયર બ્રિગેડના જવાનો તેમજ તબીબી સ્ટાફ પણ તૈયાર હતો. CISF અને એરપોર્ટ પોલીસ સહિતનો સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો.
તમામ મુસાફરો સુરક્ષિત
આ ઈમરજન્સી લેન્ડિંગની જાણ રાજકોટ શહેર અને જિલ્લા તંત્રને થતાં જ સમગ્ર વહીવટી મશીનરી હરકતમાં આવી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક હિરાસર એરપોર્ટ ખાતે રવાના કરી દેવાયો હતો. કોઈ પણ અનિચ્છનીય ઘટના કે મોટી ઈમરજન્સીને પહોંચી વળવા માટે સ્પેશિયલ રેસ્ક્યૂ ટીમ અને એમ્બ્યુલન્સનો કાફલો પણ એરપોર્ટ પર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો હતો. વિમાન લેન્ડ થતાં જ એરપોર્ટ સ્ટાફ અને બચાવ ટુકડીઓએ તાત્કાલિક કામગીરી શરૂ કરીને ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ