રાજકોટ AIIMS ના ઇન્ટર્ન ડોક્ટરનો ટ્રેન નીચે આપઘાત
પરાપીપળીયા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવ્યું, સુસાઇડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ મળ્યો.

રાજકોટ એઈમ્સ ડોક્ટર આપઘાત

રાજકોટ એઈમ્સ ડોક્ટર આપઘાત
રાજકોટની પ્રતિષ્ઠિત એઈમ્સ (AIIMS) હોસ્પિટલના એક ઇન્ટર્ન ડોક્ટરના આપઘાતના સમાચારથી મેડિકલ જગત અને શહેરમાં ચકચાર મચી ગઈ છે. આજે 14 માર્ચ, 2026 ના વહેલી સવારે પરાપીપળીયા રેલવે ફાટક પાસે આ યુવાન તબીબે ટ્રેન નીચે પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળનું કારણ માનસિક અસ્વસ્થતા હોવાનું સામે આવ્યું છે.
વહેલી સવારે હોસ્ટેલ છોડી અને અંતિમ પગલું ભર્યું :
મૂળ રાજસ્થાનના જેસલમેરના વતની 25 વર્ષીય ડૉ. રતનકુમાર મોહનલાલ મેઘવાલ રાજકોટ એઈમ્સમાં MBBS ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. આજે વહેલી સવારે આશરે 4:00 વાગ્યે તેઓ મેડિકલ હોસ્ટેલથી કોઈને કહ્યા વગર નીકળ્યા હતા. ત્યારબાદ 4:45 વાગ્યે પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે તેમણે ટ્રેન હેઠળ ઝંપલાવી દીધું હતું. ગાંધીગ્રામ પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેમણે પોતે મેન્ટલી ડિસ્ટર્બ હોવાને કારણે આ પગલું ભરી રહ્યા હોવાનું લખ્યું છે.
દોઢ મહિના પહેલા ગ્રામજનોએ બચાવ્યો હતો :
આ ઘટનાની સૌથી કરુણ વાત એ છે કે, રતનકુમારે અગાઉ 28 જાન્યુઆરીના રોજ પણ આ જ સ્થળે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પરાપીપળીયાના જાગૃત ગ્રામજનોએ તેમને સમયસર જોઈ જતાં મોતમાંથી બચાવી લીધા હતા. એઈમ્સ હોસ્પિટલના વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, તે સમયે વિદ્યાર્થીનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું અને તેમને માતા-પિતા સાથે ઘરે મોકલી દેવાયા હતા.
હોસ્ટેલમાં રહેતા હતા કે બહાર? પોલીસ તપાસ તેજ
વિદ્યાર્થીના રહેઠાણને લઈને એઈમ્સ તંત્ર અને પોલીસના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે કાઉન્સિલિંગ બાદ રતનકુમાર કેમ્પસમાં રહેતા ન હતા, જ્યારે પોલીસના જણાવ્યા મુજબ હોસ્ટેલના વોર્ડને જ વિદ્યાર્થીના મૃતદેહની ઓળખ કરી છે. હાલ પોલીસે મૃતકનો મોબાઈલ, લેપટોપ અને અન્ય સામાન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારમાં માતમ: રાજસ્થાનથી માતા-પિતા રવાના
પુત્ર ડોક્ટર બનીને પરિવારનું નામ રોશન કરશે તેવા સ્વપ્ન જોતા માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જેસલમેર રહેતા પરિવારને જાણ કરવામાં આવતા તેઓ રાજકોટ આવવા રવાના થયા છે. તેમના આવ્યા બાદ જ અંતિમ વિધિ માટે મૃતદેહ સોંપવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.