ગીર સોમનાથ, અમરેલી અને સુરતમાં પણ વરસાદ શરૂ
આજે ગીર સોમનાથ, અમરેલી, સુરત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો

કમોસમી વરસાદની શરૂઆત

કમોસમી વરસાદની શરૂઆત
અરબી સમુદ્રમાં સક્રિય થયેલી ડિપ્રેશન સિસ્ટમને કારણે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારે ઊંઝા અને મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો, જ્યારે બપોર બાદ વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને સુરતમાં પણ વરસાદ ખાબક્યો હતો, જેના પગલે રોડ પર પાણી વહેતા થયા હતા. અમરેલી જિલ્લાના ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ પવન સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું.
મગફળી, કપાસ અને તુવેરના પાકને નુકસાનની ભીતિ
કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કેમ કે મગફળી, કપાસ અને તુવેરના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, રાજ્યમાં ફરી એકવાર માવઠાંનો રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં 25 ઓક્ટોબર 2025થી 2 નવેમ્બર 2025 દરમિયાન અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ માવઠાંનો વરસાદ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ
22 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે રાજ્યના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 22 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.
દરિયામાં ઊંચા મોજાં ઉછળતા જોવા મળ્યાં
અમરેલીના જાફરાબાદમાં દરિયામાં ઊંચા મોજાં ઉછળતા જોવા મળ્યાં હતાં. માંગરોળ બંદર પર ગઈકાલે બપોરથી જ ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ અને ઉત્તર ગુજરાત તરફના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોર્ટ ઓફિસર તરફથી સૂચના મળતાં તમામ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે હાલ દરિયામાં 15થી 20 ફૂટ જેટલાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!