બે સિસ્ટમ નબળી પડતાં ટળી વરસાદી આફત, પણ ખેડૂતોને સાવચેત રહેવાની જરુર
ગત વર્ષની સરખામણીએ 2025માં કોલ્ડવેવના દિવસો ઘટ્યા, જાન્યુઆરી ઠંડીના બદલે ગરમ રહ્યો

ટળી વરસાદી આફત

ટળી વરસાદી આફત
હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આ આગાહી બે સિસ્ટમોની અસરને કારણે કરવામાં આવી હતી, પરંતુ આ સિસ્ટમો હવે નબળી પડી રહી છે, જેના કારણે કમોસમી વરસાદની શક્યતા ઘટી શકે છે. તદ્દન આફત ટલવાની આશા છે, પરંતુ ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી વાતાવરણમાં અસામાન્યતા જોવા મળી રહી છે. ક્યારેક અચાનક ઠંડી તો ક્યારેક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કમોસમી વરસાદ આવે તો પાકને નુકસાન થવાની શક્યતા છે, જેથી ખેડૂતોએ સાવચેત રહેવાની જરુર છે.
ગુજરાતમાં આ વર્ષે 2023-24ની સરખામણીમાં શિયાળાની ઠંડી વધારે જોવા મળી છે, પરંતુ કોલ્ડવેવની અસર શિળાના છેલ્લા કેટલાક દિવસોમાં જ જાવા માળી હતી. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની અસર હતી, પરંતુ ગુજરાતના અન્ય વિસ્તારોમાં આનો પ્રભાવ નહીવત હતો. આ વર્ષે કોલ્ડવેવ લગભગ બેથી ત્રણ દિવસ જ રહી હતી અને તેની તીવ્રતા પણ ઓછી હતી.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના નજીકથી પસાર થઈ રહ્યા છે, જેને કારણે વરસાદની શક્યતાઓ હતી, પરંતુ તે સિસ્ટમો નબળી પડી રહી છે. 2-3 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા હતી, પરંતુ સિસ્ટમ નબળી પડતા આ વાતાવરણમાં રાહત મળી શકે છે.
રાજ્યમાં કેશોદમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 12.6°C નોંધાયું હતું. અમદાબાદમાં 15.9°C, વડોદરામાં 15°C, રાજકોટમાં 15°C અને સુરતમાં 16.6°C તાપમાન નોંધાયું. નલિયામાં તાપમાનમાં પાંચ ડિગ્રીનો વધારો થઈને 15.2°C થયો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ અસ્થિર બની ગયો છે, જ્યાં એક દિવસમાં તાપમાનમાં 2°Cનો વધારો થઈ શકે છે, તો બીજે દિવસે 2-3°Cનો ઘટાડો થાય છે. ખાસ કરીને કચ્છના નલિયામાં, જ્યાં સામાન્ય રીતે સૌથી ઓછું તાપમાન નોંધાય છે, ત્યાં પણ લઘુત્તમ તાપમાન 14°C પર પહોંચ્યું હતું.
જાન્યુઆરીમાં થતી ગુલાબી ઠંડીનું આ વર્ષ ગુમાયું છે. મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટી ગયુ છે, અને હવે AC-પંખા ચલાવવાની જરૂર પડી રહી છે. 29-30°Cના દિવસ દરમિયાન તાપમાન લોકોને ગરમીનો અનુભવ કરાવતો હતો, જ્યારે રાત્રે 15-16°C પર ઠંડક અનુભવાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.