યાત્રીગણ ધ્યાન દે...!
કાલુપુર સ્ટેશન પર આવતી- જતી બે ટ્રેન એક મહિના સુધી રદ

બે ટ્રેન એક મહિના સુધી રદ

બે ટ્રેન એક મહિના સુધી રદ
દેશભરમાં લાખો લોકો રેલવે દ્વારા મુસાફરી કરે છે. ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ- લખનઉ- એશબાગ સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે રેલવે વિભાગ દ્વારા 2 ટ્રેનને એક મહિના સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાવર બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો તેમાં પ્રભાવિત થશે. જેમાં ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેનને આગામી 21 માર્ચથી 28 એપ્રિલ સુધી રદ્દ કરવામાં આવી છે.
આ સિવાય ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન, મુઝફ્ફરપુર- સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ટ્રેનને લખનૌ-કાનપુરના માર્ગ પરથી ડાયવર્ટ કરાઈ છે.
અમદાવાદ ડિવિઝનના પાલનપુર-ઉમરદશી સ્ટેશનની વચ્ચેના બ્રિજના પુનઃનિર્માણના કાર્યને લઈ સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ તેમજ ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેનને 18 માર્ચના રોજ ઊંઝા-સિદ્ધપુરના બદલે પાટણ-ભિલડીના માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવી હોવાનું રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.