પ્રોપર્ટીટેકસની ફરિયાદ વોટસઅપ ઉપર કરી શકાશે
નામ ટ્રાન્સફર,નવી આકારાણી,કબજેદારના નામમા ફેરફાર સહિતની ફરિયાદોના નિકાલ માટે

પ્રોપર્ટીટેકસની ફરિયાદ

પ્રોપર્ટીટેકસની ફરિયાદ
અમદાવાદ મ્યુનિ.દ્વારા પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ નાગરિકો કરી શકે એ માટે સી.સી.આર.એસ.ની સુવિધા આપવામા આવી છે.આ પ્રકારે શહેરીજનો પ્રોપર્ટી ટેકસની ફરિયાદ વોટસઅપ કરી શકશે.રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુધ્ધસિંહ ઝાલાએ કહયુ,નામ ટ્રાન્સફર,નવી આકારાણી,કબજેદારના નામમા ફેરફાર સહિતની ફરિયાદોના નિકાલ માટે સાત ઝોનના ટેકસ વિભાગના ડેપ્યુટી એસેસર અને ટેકસ કલેકટરને એક મોબાઈલ વોટસઅપ નંબર સાથે આપવામા આવેલો છે.જે મુજબ મધ્યઝોનમાં ૯૦૯૯૦૬૨૬૭૫,ઉત્તરઝોનમાં ૯૦૯૯૦૬૨૫૧૬,દક્ષિણ ઝોનમાં ૯૦૯૯૦૬૩૦૩૭, પૂર્વઝોનમાં ૯૦૯૯૦૬૩૦૯૮, પશ્ચિમ ઝોનમાં ૯૦૯૯૦૬૪૧૬૦, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૯૦૯૯૦૬૩૮૨૮ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૯૦૯૯૦૬૨૯૬૫ નંબર ઉપર નાગરિકો ટેકસ સંબંધી ફરિયાદ કરી શકશે.સાત ઝોનમા૧ એપ્રિલથી ૨૧ ઓકટોબર સુધીમાં મળેલી કુલ ૧.૪૪ લાખ અરજી સામે ૬ હજાર અરજી પેન્ડિંગ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ