અમદાવાદમાં 500 કરોડનો આસારામ આશ્રમ તોડવાની તૈયારી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે સ્પોર્ટ્સ સંકુલ બનાવવા માટે આશ્રમના 32 ગેરકાયદે બાંધકામ તોડાશે

આસારામ આશ્રમ

આસારામ આશ્રમ
અમદાવાદમાં આગામી આંતરરાષ્ટ્રીય રમતગમત મહોત્સવ અને સ્પોર્ટ્સ સંકુલના વિકાસને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આવેલ આસારામ આશ્રમની કરોડો રૂપિયાની જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે એક્શન મોડમાં છે.
ઇમ્પેક્ટ ફીની અરજી ફગાવી દેવાઈ :
આસારામ આશ્રમ દ્વારા ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે કરવામાં આવેલી ઇમ્પેક્ટ ફીની અરજીને એએમસીએ સત્તાવાર રીતે નામંજૂર કરી દીધી છે. આ મામલે મળેલી લીગલ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા, એપેલેટ ઓથોરિટી સમક્ષ પેન્ડિંગ રહેલા આ કેસના ઝડપી નિકાલ માટે વકીલની નિમણૂક કરવા સૂચના અપાઈ છે. આ નિર્ણય બાદ આશ્રમની 32 જેટલી ગેરકાયદે મિલકતો પર ડિમોલિશનની તલવાર લટકી રહી છે.
15,000 ચોરસ મીટરથી વધુ જમીન પર કબજો :
સરકારી સર્વેમાં બહાર આવ્યું છે કે આશ્રમે અંદાજે 15,778 ચોરસ મીટર જેટલી જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. સિટી મામલતદારની તપાસ મુજબ, આશ્રમને ફાળવવામાં આવેલી મૂળ જગ્યા કરતા અંદાજે 15 હજાર ચોરસ મીટર વધુ જમીન હાલ આશ્રમ પાસે છે. જેમાં ગામતળ અને નદીની જમીનનો પણ સમાવેશ થાય છે. શરતભંગની નોટિસ બાદ હવે આ આખી જગ્યા ખાલી કરાવવાની પ્રક્રિયા તેજ બની છે.
સ્પોર્ટ્સ સિટી માટે માર્ગ મોકળો થશે :
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક સ્પોર્ટ્સ સંકુલના બીજા તબક્કા અને ઓલિમ્પિક વિલેજની તૈયારીઓના ભાગરૂપે આ દબાણો દૂર કરવા જરૂરી છે. આ કામગીરી અંતર્ગત માત્ર આસારામ આશ્રમ જ નહીં, પરંતુ ભારતીય સેવા સમાજ, સદાશિવ આશ્રમ અને અન્ય 150 જેટલા રહેણાક દબાણોને પણ નોટિસ ફટકારવામાં આવી છે.
તંત્રની આ આક્રમક કાર્યવાહીથી વર્ષોથી વિવાદમાં રહેલા આ આશ્રમના દબાણો દૂર થવાની અને રમતગમતના પ્રોજેક્ટ માટે નવી જગ્યા ઉપલબ્ધ થવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.