રાજ્યમાં પ્રિ-મોન્સૂન સક્રિય, 46 તાલુકામાં મેઘમહેર
ખેડાના ગળતેશ્વરમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ, મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

AI જનરેટેડ

AI જનરેટેડ
46 તાલુકામાં વરસ્યો વરસાદ, ગરમીથી લોકોને રાહત
રાજ્યમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓએ હવે જોર પકડ્યું છે. મોડી રાતથી લઈને ગુરુવારે સવાર સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે પડેલા વરસાદથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગના આંકડા મુજબ માત્ર આઠ કલાકમાં રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી પાણી ભરાયા
પંચમહાલ જિલ્લામાં હાલોલ, શહેરા અને ગોધરા વિસ્તારમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. હાલોલમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે શહેરા અને ગોધરામાં પણ સારો વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભુરાવાવ અને બામરોલી રોડ વિસ્તારમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પંચમહાલના કાલોલમાં સવારના 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીના 8 કલાકના સમયગાળામાં 2.52 ઇંચ, ગોધરામાં 2.48 ઇંચ, મોરવા (હડફ) માં 1.81 ઇંચ અને ઘોઘંબામાં 1.69 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ગળતેશ્વરમાં સૌથી વધુ વરસાદ
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં થોડા કલાકોમાં જ લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને માર્ગો પર પાણી ભરાતા જનજીવનને અસર પહોંચી હતી.
છોટા ઉદેપુર જિલ્લામાં પવન સાથે વરસાદ
છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. ભારે પવનની સાથે ધીમીધારે વરસાદ શરૂ થતાં મુખ્ય બજાર અને શાકમાર્કેટમાં સામાન્ય દિવસની સરખામણીએ ઓછી અવરજવર જોવા મળી હતી. બોડેલી પંથકના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ચાચક, ઢોકલીયા, ઝાખરપુરા, માંકની, જબુગામ અને કકરોલિયા સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
અમરેલીના દરિયાકાંઠા વિસ્તારમાં મેઘરાજાની મહેર
અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં હેમાળ, કડિયાળી, વઢેરા અને બાબરકોટ સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ધીમીધારે વરસેલા વરસાદને કારણે બફારામાં ઘટાડો થયો હતો અને ખેડૂતોમાં આગામી વાવણીને લઈને આશા જાગી છે.
છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં થયેલો વરસાદ


હવામાન વિભાગની 7 દિવસની આગાહી
20 જૂનના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થશે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.
20 થી 22 જૂનના રોજ વરસાદ માત્ર અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ તેમજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી પૂરતો સીમિત રહેશે. બાકીના તમામ જિલ્લાઓમાં વાતાવરણ શુષ્ક થઈ જશે.
22થી 25 જૂનના રોજ ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણ સંપૂર્ણ શુષ્ક રહેશે. માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા હળવા ઝાપટાં પડશે.
ગુજરાતના ચાર ઝોનમાં થયેલો અત્યાર સુધીનો કુલ વરસાદ

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?