વડોદરામાં પકડાયેલા 66 શંકાસ્પદોની ચકાસણી માટે પોલીસની ટીમ પ.બંગાળ રવાના
તપાસ દરમિયાન વડોદરાના અલગ અલગ વિસ્તારોમાંથી 9 બાંગ્લાદેશી ઝડપાયા

તપાસ દરમિયાન વડોદરાના અલગ અલગ વિસ્તારોમાંથી 9 બાંગ્લાદેશી ઝડપાયા

તપાસ દરમિયાન વડોદરાના અલગ અલગ વિસ્તારોમાંથી 9 બાંગ્લાદેશી ઝડપાયા
સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે વડોદરા પોલીસે બે દિવસની ડ્રાઇવમાં 1700 શંકાસ્પદોની ચકાસણી કરી હતી. આ 1700 પૈકી 66 લોકોની હજું પણ ચકાસણી કરાઇ રહી છે કારણ કે તેમના દસ્તાવેજોમાં શંકા જણાઇ રહી છે. તપાસમાં કેટલાક લોકો બાંગ્લાદેશ બોર્ડર પાસેના હોવાનું જણાતા વેરીફીકેશન માટે વડોદરા પોલીસની એક ટીમને તત્કાળ પ.બંગાળ ખાતે મોકલવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન વડોદરાના અલગ અલગ વિસ્તારોમાંથી 9 બાંગ્લાદેશી ઝડપાયા છે.
વડોદરા પોલીસે જણાવ્યું હતું કે વડોદરામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરીને રહેતા લોકો સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે અને અંદાજે 1700 લોકોની ચકાસણી કરાઇ છે અને તેમાંથી 66 લોકોનું વેરીફીકેશન હજું પણ અલગ અલગ સ્તરે કરાઇ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ લોકો બાંગ્લાદેશની બોર્ડર પાસે રહેતા હોવાનો દાવો કરે છે જેથી તેમના દાવાની ચકાસણી કરવા માટે તથા દસ્તાવેજોની ચકાસણી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ની એક સંયુક્ત ટીમ પશ્ચિમ બંગાળ ખાતે મોકલાઇ છે. આ ટીમ ત્યાં જઇને વડોદરામાં ચાલી રહેલી તપાસ સાથે સંકલનમાં રહીને આ શંકાસ્પદ લોકોની રાષ્ટ્રીયતા વિશે ચકાસણી કરશે.
પોલીસે કહ્યું કે આ તપાસ દરમિયાન 9 બાંગ્લાદેશી રાષ્ટ્રીયતા ધરાવતા લોકો ઓળખાયા છે જેઓ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહે છે. આ તમામના એડ્રેસ તથા તેઓ ક્યા રુટથી ભારતમાં પ્રવેશ્યા હતા અને વડોદરા સુધી આવ્યા હતા તથા તેઓ ક્યારે આવ્યા હતા તેનો સમગ્ર ઘટનાક્રમ પણ ચકાસવામાં આવી રહ્યો છે.
પોલીસે કહ્યું કે આ શંકાસ્પદ શખ્સોનું જોઇન્ટ ઇન્ટ્રોગેશન પણ કરાઇ રહ્યું છે. હવે આ લોકોની ડિપોર્ટેશનની કામગિરી પણ કરવામાં આવશે
આ પણ વાંચો--- BBC: ઉગ્રવાદીઓ, બંદૂકધારીઓ, ભારત પ્રશાસિત કાશ્મીર
સમાચાર મેળવવા આજે જ અમારી WAHTSAPP ચેનલ સાથે જોડાવ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.