અમદાવાદ શહેરમાં પોલીસનું નાઈટ કોમ્બિંગ
અમદાવાદ શહેરમાં વધતા ગુનાખોરીના મામલાઓને જોતા પોલીસનું નાઇટ કોમ્બીંગ યથાવત

પોલીસનું નાઈટ કોમ્બિંગ

પોલીસનું નાઈટ કોમ્બિંગ
અમદાવાદમાં વધતી ગુનાખોરીને લઈને પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. કોમ્બિંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ હાજર રહે છે. આ કોમ્બિંગ મોડી સાંજથી શરૂ થાય છે જે મોડી રાત સુધી ચાલે છે. કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા વાહન ચેકિંગ, હિસ્ટ્રીશીટરોને તપાસવામાં આવે છે. ફૂટ પેટ્રોલિંગ કરીને ગુનેગારોમાં પોલીસનો ભય રહે તેવી કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસે કોમ્બિંગ દરમિયાન એવો પણ મેસેજ આપ્યો છે કે સામાન્ય વ્યક્તિઓએ કોમ્બિંગથી ડરવાની જરૂર નથી, જેની પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે અને વાહન ચલાવે છે તેને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી નથી. માત્ર ખોટું કરનારે જ ડરવાની જરૂર છે.
કલ્યાણ પોલીસ ચોકી મેમ્કો ચારરસ્તા પાસે પોલીસે 9 વાગ્યાથી કોમ્બિંગ હાથ ધર્યું જેમાં 5 દિવસના કોમ્બીંગમા પોલિસે ₹ 50 લાખથી પણ વધારે દંડ ફટકાર્યા, તેમજ 7000 થી વધુ મેમો ફાડ્યા અને 81000 થી વધુ વાહનોનું ચેકિંગ કરાયા,3000 થી વધુ વાહનોને પણ ડિટેન કર્યાપોલીસ દ્વારા રાત્રે 9 વાગ્યાથી બેરિકેડિંગ કરીને રસ્તે જતા શંકાસ્પદ વાહનોને રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. તૂટેલી નંબર પ્લેટ, નંબર પ્લેટ વિનાનાં વાહનો, બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ, લાઇસન્સ વિના વાહન ચલાવનાર, પૂરતા કાગળ વગર વાહન ચલાવતા વાહનચાલકોને રોકીને વાહન જપ્ત કરીને RTOનો મેમો આપવામાં આવ્યો હતો. શંકાસ્પદ ફોર વ્હીલરને સંપૂર્ણ તપાસવામાં આવી રહી હતી.
પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ રોડ પર જ છે. સાંજથી લઈને મોડી રાત સુધી કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ