VADODARA : ભોજના વિક્રમસિંહના બાંગ્લાદેશી યુવતી સાથેના સંતાનનું શું..?
વિક્રમસિંહે બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કર્યા પણ તંત્રને જાણ પણ કરી ન હતી.

વિક્રમસિંહે બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કર્યા પણ તંત્રને જાણ પણ કરી ન હતી.

વિક્રમસિંહે બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કર્યા પણ તંત્રને જાણ પણ કરી ન હતી.
પાદરા તાલુકાના ભોજ ગામેથી 30 બાંગ્લાદેશી ઝડપાવવાના મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસ એજન્સીઓએ તમામ બાંગ્લાદેશીઓનું જોઇન્ટ ઇન્ટ્રોગેશન કરાતા માહિતી મળી કે જેના ઘરમાં આ તમામ લોકો આશરો લઇ રહ્યા હતા તે વિક્રમસિંહ નામના શખ્સે બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કર્યા હતા અને તેનાથી જ અમદાવાદના ચંડોળા તળાવથી તેઓ આશરો લેવા માટે વિક્રમસિંહના ઘેર આવ્યા હતા અને તેની બાતમી મળતા વડુ પોલીસે દરોડો પાડી તમામને ઝડપી લીધા હતા.
મળેલી માહિતી મુજબ ભોજ ગામમાં રહેતા વિક્રમસિંહ 5 વર્ષ પહેલા અમદાવાદ ગયો હતો અને તેણે ચંડોળા તળાવ ખાતે રહેતી બાંગ્લાદેશી પરિવારની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તે વિદેશી પત્ની સાથે રહેતો હોવા છતાં તંત્રને જાણ સુદ્દાં કરી ન હતી. વિક્રમસિંહ અને બાંગ્લાદેશી પત્નીને સંતાનમાં એક પુત્ર પણ છે. હવે માસૂમ બાળકનું સ્ટેટ્સ ભારતીય ગણવું કે બાંગ્લાદેશી તેને લઈ તંત્ર મૂંઝવણમાં છે.
ઉલ્લેખનિય છે કે હેલગામ ખાતે થયેલા આતંકી હુમલા બાદ સરકાર દ્વારા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકો સામે હાથ ધરવામાં આવેલી કામગીરીના ભાગરૂપે અમદાવાદના ચંડોળા તળાવ ખાતે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તેમજ 200 જેટલા ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની કાર્યવાહીને પગલે બે પરિવારના છ પુરૂષ, નવ મહિલા અને સોળ બાળકો ચંડોળા તળાવથી ભાગીને પાદરા તાલુકાના ભોજ ગામે રહેતા અને બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કરનાર ટેમ્પો ચાલક વિક્રમ ફતેસિંહ વાઘેલાના ઘરે આશરો લેવા માટે આવી પહોંચ્યા હતા. આ અંગેની જાણ વડુ પોલીસ મથકના પોઇ કે.ડી. ભરવાડને થતા તેઓ સ્ટાફ સાથે તાત્કાલિક ભોજ ગામે દોડી ગયા હતા અને તમામ 30 બાંગ્લાદેશીને વડુ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જેને પગલે બાંગ્લાદેશી ઘુસણખોરોની તપાસ ચલાવી રહેલી સેન્ટ્રલ આઇબી, સ્ટેટ આઇબી, સીઆઇડી, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં છેલ્લા પાંચ સાત વર્ષ કરતા વધુ સમયથી ગેરકાયદે વસવાટ કરતા આ બન્ને પરિવારના 30 સભ્યો કોના મારફતે ભારતમાં પ્રવેશ્યા અને એજન્ટને કેટલા પૈસા આપ્યા તેમજ ચંડોળા તળાવ ખાતે કોની છત્રછાયા હેઠળ વસવાટ કરતા હતા. બાંગ્લાદેશમાં રહેતા તેમના સગાઓ સાથે સંપર્કમાં હતા કે કેમ તેમજ ભારતમાં અન્ય કયા સ્થળે તેમના અન્ય સગાસંબંધી વસવાટ કરે છે સહિતની અનેક વિગતો અને તેમની મોબાઇલની કોલ ડિટેઇલ સહિતની વિગતો મેળવવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો--- VADODARA : પીડિત માતાની વેદના..જો અમારો એજન્ડા હોત તો....
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.