ગાંધીનગર દુષ્કર્મ કેસમાં આરોપી પર પોલીસ ફાયરિંગ
સેક્ટર-24માં બાળકી પર અત્યાચાર ગુજારનાર આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પગમાં ગોળી મારી.

દુષ્કર્મ કેસ

દુષ્કર્મ કેસ
ગાંધીનગરના સેક્ટર-24 સ્થિત ઇન્દિરા નગર વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે જવાબી કાર્યવાહી કરી છે. ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ નાસવાનો પ્રયત્ન કર્યો હતો, જેના જવાબમાં પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક ગોળી આરોપીના પગમાં વાગતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
દુષ્કર્મની હૃદયદ્રાવક ઘટના :
ગત 15 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે જ્યારે માસૂમ બાળકી શૌચક્રિયા માટે ઘરની બહાર નીકળી હતી, ત્યારે અંધારાનો લાભ લઈ આરોપીએ તેની સાથે હેવાનિયત આચરી હતી. ઘટના બાદ આરોપી બાળકીને તેના ઘર પાસે છોડીને ફરાર થઈ ગયો હતો. ડરના કારણે બાળકી માત્ર એટલું જ બોલી શકી હતી કે કોઈ ભૂત આવ્યું હતું. જોકે, પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપી રામસિંગને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ બિહારનો વતની છે અને સેક્ટર-25ની એક ડેરીમાં મજૂરી કરતો હતો.
ગુજરાતમાં ગુનેગારો પર પોલીસની કડક કાર્યવાહી :
છેલ્લા દસ દિવસમાં ગુજરાત પોલીસે ગંભીર ગુનાના આરોપીઓ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. માત્ર ગાંધીનગર જ નહીં, પણ રાજ્યના અન્ય શહેરોમાં પણ આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસને હથિયાર ઉઠાવવા પડ્યા છે.
આટકોટ દુષ્કર્મ કેસ: 11 ડિસેમ્બરે રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી રામસિંહે પોલીસ પર હુમલો કરી ભાગવા જતાં પોલીસે તેને પગમાં ગોળી મારી હતી. આ કાર્યવાહી બાદ આરોપીએ પોતાની ભૂલ સ્વીકારી ગુજરાતમાં ફરી ક્યારેય ન આવવાની વાત કરી હતી.
સુરત ડબલ મર્ડર કેસ: 16 ડિસેમ્બરે સુરતના ગોડાદરા વિસ્તારમાં બે યુવકોની હત્યા કરનાર કુખ્યાત બુટલેગર શિવા ટકલાને પકડવા ગયેલી પોલીસ પર તેણે હુમલો કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા શિવાને પગમાં ગોળી વાગી હતી.
પોલીસની આ સખત કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે અને કાયદાનું શાસન વધુ મજબૂત બન્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ