વડોદરામાં આતંકનો પર્યાય બનેલા કુખ્યાત ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનો પોલીસે વરઘોડો કાઢ્યો
કલ્પેશ સામે પોલીસમાં 20 જેટલા ગુનાઓ દાખલ થયા છે. તેને 5 વખત પાસા પણ થયા છે.

વડોદરામાં આતંકનો પર્યાય બનેલા કુખ્યાત ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનો પોલીસે વરઘોડો કાઢ્યો

વડોદરામાં આતંકનો પર્યાય બનેલા કુખ્યાત ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનો પોલીસે વરઘોડો કાઢ્યો
વડોદરામાં ફ્રુટના વેપારીએ વ્યાજખોરની ઉઘરાણીથી તંગ આવી જઇને આત્મહત્યા કરવાના કરેલા પ્રયાસમાં કુખ્યાત ગેંગસ્ટર કલ્પેશ કાછીયાને વડોદરા પોલીસે દમણથી ધરપકડ કરી છે. લોકોમાં આતંક ફેલાવનારા કલ્પેશ કાછીયાનો પોલીસે તેના ઘર પાસે જ વરઘોડો કાઢ્યો હતો.
વડોદરામાં આતંકનો પર્યાય બનેલા કુખ્યાત ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનો વડોદરા પોલીસે તેના ઘર પાસે જ વરઘોડો કાઢ્યો હતો. વ્યાજખોરીના કેસમાં કલ્પેશ કાછીયાનું નામ આવ્યું હતું. એક સમય એવો હતો કે જ્યારે વડોદરામાં કલ્પેશ કાછીયાનો આતંક હતો. કલ્પેશ કાછિયો અગાઉ ખુન અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાઇ ચુક્યો છે. કલ્પેશ સામે પોલીસમાં 20 જેટલા ગુનાઓ દાખલ થયા છે. તેને 5 વખત પાસા પણ થયા છે.
થોડા સમય પહેલા વડોદરાના ફ્રુટના એક વેપારીએ વ્યાજખોરીના ચક્રવ્યૂહમાં ફસાઇને આત્મહત્યાની કોશિશ કરી હતી. આ કેસમાં પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસારની ધરપકડ કરતાં તેણે કલ્પેશ કાછીયાનું નામ આપ્યું હતું. કલ્પેશ કાછીયો નામ આવતા જ ફરાર થઇ ગયો હતો. તે છેલ્લા 15 દિવસથી ફરાર હતો. જો કે કલ્પેશ કાછીયાને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. તે મોટી દમણ ખાતે એક ફ્લેટમાં સંતાયો હોવાની બાતમી મળતા વડોદરા પીસીબી પોલીસ તેનો પીછો કરતી દમણ પહોંચી હતી અને કલ્પેશને ઝડપી લીધો હતો.
દરમિયાન લોકોમાંથી કલ્પેશ કાછીયાનો ડર દુર થાય તે માટે પોલીસે કલ્પેશને સાથે રાખીને તેના ઘર પાસે જ વરઘોડો કાઢ્યો હતો. પોલીસે તેની સારી સરભરા કરી હોવાથી તેને ચાલવામાં પણ તકલીફ પડતી હતી. આતંકનો પર્યાય બનેલો કલ્પેશ કાછીયો ગરીબડી ગાય બની ગયેલો જોવા મળતો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.