ચાણસ્મામાં લુખ્ખાઓ પર પોલીસના કડક પ્રહાર
ચાણસ્મા પોલીસે જીલીયા કાંડના આરોપીઓને જાહેરમાં ફેરવી કાયદાનું ભાન કરાવ્યું

ચાણસ્મા પોલીસ લુખ્ખાઓનું સરઘસ

ચાણસ્મા પોલીસ લુખ્ખાઓનું સરઘસ
પાટણ જિલ્લાના ચાણસ્મા પંથકમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. તાજેતરમાં ઝીલીયા ફાર્મ ખાતે દાદાગીરી અને લુખ્ખાગીરી કરનારા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. આ હિંસક ઘટનામાં સંડોવાયેલા તમામ 17 આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસે આજે ચાણસ્માના જાહેર માર્ગો પર તેમનું સરઘસ કાઢીને ગુનેગારોમાં પોલીસનો ખોફ પેદા કર્યો છે.
શું હતો સમગ્ર મામલો ?
થોડા દિવસો પહેલા ઝીલીયા ગામ નજીક રામાધણી ફાર્મહાઉસ પર કેટલાક અસામાજિક તત્વોએ ટોળું વળીને હંગામો મચાવ્યો હતો. આ તત્વોએ સામાન્ય નાગરિકોમાં ભય ફેલાવવાના હેતુથી આતંક મચાવ્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં અસુરક્ષાની લાગણી જન્મી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને પાટણ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. ચાણસ્મા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની ચોક્કસ માહિતીના આધારે ઓપરેશન પાર પાડી તમામ 17 શખ્સોને દબોચી લીધા હતા.
જાહેરમાં ‘સરભરા’ અને શાન ઠેકાણે લાવી :
પકડાયેલા આ લુખ્ખાઓનો ડર સમાજમાંથી દૂર થાય અને ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે તે માટે પોલીસે ખાસ રણનીતિ અપનાવી હતી. આજે ચાણસ્માના ભરચક બજારમાં આ તમામ આરોપીઓને હરોળમાં ઊભા રાખીને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસે જાહેરમાં આ તત્વોની દાદાગીરી ઉતારી દીધી હતી. પોલીસના આ કડક વલણને જોઈને બજારમાં હાજર લોકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી અને સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો હતો.
હજુ વધુ ગામોમાં નીકળશે સરઘસ :
પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અહીં અટકવાની નથી. પકડાયેલા આરોપીઓએ જે જે ગામોમાં કે વિસ્તારોમાં જઈને આતંક મચાવ્યો હતો અને લોકોમાં ભય પેદા કર્યો હતો, તે તમામ સ્થળોએ પણ વારાફરતી તેમનું સરઘસ કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પાટણ જિલ્લા પોલીસની આ સપાટાબંધીથી સમગ્ર પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.