ગુજરાત પોલીસ એક્શનમાં, આખી રાત ઓપરેશન, 1 હજારથી વધુ ઘુસણખોરો પકડ્યા
અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પોલીસનું સઘન કોમ્બિગ

અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પોલીસનું સઘન કોમ્બિગ

અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પોલીસનું સઘન કોમ્બિગ
અમદાવાદ અને સુરતમાં પોલીસની ઘુસણખોરો સામે કડક કાર્યવાહી શરુ થઇ છે અને મોડી રાતથી બાંગ્લાદેશી ઘુસણખોરોની અટકાયત કરાઇ છે. પાકિસ્તાનીઓને દેશ છોડવાની કાર્યવાહી સાથે હવે ઘુસણખોરો સામે પણ કાર્યવાહી શરુ થઇ છે. અમદાવાદમાં 457થી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરોને દોરડું બાંધીને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લઇ જવાયા છે. સુરતમાં 120થી વધુ બાંગ્લાદેશીઓને પણ પકડવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોઇપણ પ્રકારના દસ્તાવેજો વગર રહેતા ઘુસણખોરો સામે રાજ્ય પોલીસની મહત્વની કાર્યવાહી મોડી રાતથી શરુ થઇ છે. અમદાવાદ અને સુરતમાં 500થી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરોની અટકાયત કરીને તેમને પરત મોકલવાની કાર્યવાહી શરુ કરાઇ છે. વડોદરા, રાજકોટ, ભાવનગર સહિતના અન્ય શહેરોમાં પણ પોલીસ સક્રિય બની છે અને બાંગ્લાદેશી ઘુસણખોરોની શોધખોળ શરુ કરી છે. આ સાથે જે પાકિસ્તાનીઓ પણ રાજ્યમાં રહેછે અથવા ગુજરાતની મુલાકાતે આવેલા છે તેમને પણ દેશ પરત મોકલવાની કાર્યવાહી શરુ કરાઇ છે. લગભગ એક હજારથી વધુ ઘુસણખોરોને સમગ્ર રાજ્યમાંથી શોધી કઢાયા છે.
અમદાવાદમાં ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે પોલીસે સઘન કોમ્બિગ કર્યું હતું અને નકલી દસ્તાવેજો વગર કે કોઇપણ પ્રકારના દસ્તાવેજો વગર રહેતા ઘુસણખોરોને પકડી લેવાયા હતા અને તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરાઇ રહી છે, સુરત પોલીસે પણ મોડી રાત્રે 6 ટીમો બનાવીને સઘન કોમ્બિગ કર્યું હતું અને ઘુસણખોરોને ઓળખીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત પોલીસે કહ્યું કે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે
આ પણ વાંચો--- અમિત શાહનો તમામ CM ને ફોન, શોધી શોધીને પાકિસ્તાનીઓને કાઢો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.