ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ
ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી શરૂ થઈ
અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન
અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન
ગુજરાતને આજે તેની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું હતું. આ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉદ્ઘાટન સમારોહ માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ નવી ટ્રેન ઉધનાથી બ્રહ્મપુર સુધીની 30 કલાકની લાંબી મુસાફરી કરશે, જેનાથી ઓડિશાના હજારો પરિવારોને ઘણી રાહત મળશે. આ ટ્રેનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય મુસાફરોને આધુનિક, સુરક્ષિત અને સસ્તી મુસાફરીનો અનુભવ પૂરો પાડવાનો છે.
ટ્રેનની વિશેષતાઓ અને મુસાફરી સુવિધા
અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સામાન્ય મુસાફરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ટ્રેનમાં CCTV કેમેરા, ચાર્જિંગ પોઈન્ટ અને મુસાફરોની સુરક્ષા માટે ખાસ સિસ્ટમ જેવી કે, જો દરવાજો ખુલ્લો હશે તો ટ્રેન શરૂ નહિ થાય જેવી સુવિધાઓ છે. આ ટ્રેન 22 LHB કોચ અને ટ્રેનની બંને બાજુએ એન્જિન ધરાવે છે, જેના કારણે એન્જિન બદલ્યા વિના 130થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાય છે. ટ્રેનનું ભાડું પણ સામાન્ય ટ્રેનના જનરલ કોચ જેટલું જ, એટલે કે 495 રૂપિયા અને સ્લીપર કોચનું ભાડું 795 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ ટ્રેનમાં ઈપી બ્રેક સિસ્ટમ લગાવવામાં આવી છે, જે ઓપરેશનલ સલામતીમાં સુધારો કરે છે.
આ પણ વાંચો: વેરાવળ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ
5 રાજ્યોને જોડતી કનેક્ટિવિટી
નંબર 09021/09022 તરીકે ચલાવવામાં આવનારી આ અમૃત ભારત એક્સપ્રેસ 5 રાજ્યોને જોડશે. ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાત. આ કનેક્ટિવિટીથી આ રાજ્યો વચ્ચેના આર્થિક અને સામાજિક સંબંધો વધુ મજબૂત થશે. ટ્રેનની નિયમિત સેવા 5 ઓક્ટોબરથી શરૂ થશે. ટ્રેન નંબર 19021 ઉધનાથી દર રવિવારે રવાના થશે, જ્યારે ટ્રેન નંબર 19022 બ્રહ્મપુરથી દર સોમવારે 6 ઓક્ટોબરથી પરત ફરશે. આ ટ્રેન લાંબા સમયથી ઉધના અને આસપાસના વિસ્તારમાં રહેતા ઓડિશાના પરિવારોની માંગ હતી, જેના કારણે તેમની તહેવારોમાં વતન જવાની મુશ્કેલીઓનો અંત આવશે.
આધુનિક સુવિધાઓ અને સલામતી પર ભાર
અમૃત ભારત એક્સપ્રેસ ભારતીય રેલવેના વિકાસનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ ટ્રેનમાં મુસાફરો માટે ઘણી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે, એન્ટી ફાયર સીટ અને બર્થ, USB ટાઇપ-A અને C પોર્ટ સાથે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, ફોલ્ડેબલ નાસ્તાની ટ્રે, LED કોરિડોર અને રેડિયમ ફ્લોરિંગ સ્ટ્રીપ્સ. સલામતી માટે, તમામ કોચમાં CCTV કેમેરા, સ્મોક ડિટેક્શન સિસ્ટમ અને ફાયર એક્સટિંગ્યુશર જેવી સુવિધાઓ છે. આ ટ્રેન સામાન્ય માણસને સસ્તા ભાવે વિશ્વ સ્તરીય મુસાફરીનો અનુભવ આપવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?