વેરાવળ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ
રેલવે ટ્રેક પર 20 ફૂટ લાંબી લોખંડની એંગલ વાળીને મૂકી દેવામાં આવી હતી

વેરાવળ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ

વેરાવળ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ
થોડા સમય પહેલા જ વેરાવળ-અમદાવાદ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસને રવિવારે રાત્રિના સમયે અમદાવાદના ચાંદલોડીયા રેલવે સ્ટેશન નજીક ઉથાલવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પરંતુ લોકો પાયલોટની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના થતા ટળી હતી. ચાંદલોડિયા-ખો઼ડિયાર રેલવે વચ્ચે ટ્રેક પર 20 ફૂટની લોખંડની એંગલ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સાબરમતીના સર્વોત્તમ નગરમાં રહેતા ભાગવત બહેરા કે જેઓ અમદાવાદ ડિવિઝનમાં ખોડિયાર સ્ટેશન ખાતે સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેમને ચાંદલોડિયા બી પેનલ રેલવેસ્ટેશન લાઇનથી ખોડિયાર રેલવે લાઇન વચ્ચે રેલ વ્યવહારને લગતી કામગીરી પરિસ્થિતિનું નિરિક્ષણ કરવાની કામગીરી મળેલી છે. તેમને મેસેજ મળ્યો હતો કે આ રીતે રેલવે ટ્રેક પર કોઇએ લોખંડની એન્ગલ મુકેલી છે...દરમ્યાન વેરાવળથી આવી રહેલી ટ્રેનના એન્જિનમાં આ લોખંડની એંગલ ફસાઇ ગઇ હતી.. જે બાદ પાયલોટે ટ્રેન રોકી હતી. આખરે 9 મિનિટની જહેમત બાદ એંગલ કાઢીને ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન રવાના કરાઇ હતી.
રેલવે ટ્રેક પર લોંખડની એન્ગલ વંદેભારત એક્સપ્રેસની આગળના ભાગમાં ફસાઇ જતા ટ્રેનને ઉભી રાખીને એન્ગલ બહાર કાઢીને ટ્રેનને સલામત રીતે રવાના કરવામાં આવી હતી.રેલવે પોલીસે વેરાવળથી આવી રહેલી વંદેભારત એક્સપ્રેસને સલામત રીતે રવાના કરી રેલવે અને ઘાટલોડીયા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૃ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?