એન્ટિ કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર તરીકે પિયુષ પટેલની નિમણુક
કેન્દ્રમાંથી ડેપ્યુટેશન બાદ પરત આવેલા IPS પિયુષ પટેલની રાજ્ય સરકારના ગૃહ વિભાગે નિમણૂક કરી

કેન્દ્રમાંથી ડેપ્યુટેશન બાદ પર પરત આવેલા IPS પિયુષ પટેલની રાજ્ય સરકારના ગૃહ વિભાગે નિમણૂક કરી

કેન્દ્રમાંથી ડેપ્યુટેશન બાદ પર પરત આવેલા IPS પિયુષ પટેલની રાજ્ય સરકારના ગૃહ વિભાગે નિમણૂક કરી
રાજ્યના એન્ટિ કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર તરીકે આઇપીએસ પિયુષ પટેલની નિમણૂક રવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા આજે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. પિયુષ પટેલ છેલ્લા ઘણા સમયથી પોતાના પોસ્ટિગની રાહ જોઇ રહ્યા હતા. કેન્દ્ર સરકારમાં તેઓ પ્રતિનિયુક્તી પર પણ હતા. તેમણે BSF માં વર્ષ 2023થી અને અગાઉ વિવિધ મહત્ત્વપૂર્ણ પદો પર સેવા આપી છે.
બીજી તરફ એસીબીના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા આઇપીએસ સમશેરસિંઘને કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા હતા. તેમની બદલી થવાથી એસીબીના ડાયરેક્ટરની જગ્યા ખાલી પડી હતી. આ જગ્યા પર કેન્દ્રમાંથી ડેપ્યુટેશન બાદ પર પરત આવેલા IPS પિયુષ પટેલની રાજ્ય સરકારના ગૃહ વિભાગે નિમણૂક કરી છે. પિયુષ પટેલ પણ પોસ્ટિંગની રાહ જોતા હતા. ગાંધીનગરમાં ચાલી રહેલી ચર્ચા મુજબ પિયુષ પટેલને ઇન્ટેલિજન્સ બ્યુરોના પોસ્ટિંગ આપવાની ચર્ચાઓ થતી હતી પરંતુ આજે તેમને હવે ACB માં મૂકવામાં આવતા તમામ અટકળોનો અંત આવ્યો છે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે જાહેરનામું બહાર પાડવામાં કરવામાં આવ્યું છે કે 1998 બેચના IPS પિયુષ પુરુષોત્તમદાસ પટેલની નિયુક્તિ એન્ટી-કરપ્શન બ્યુરો, અમદાવાદના ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે. આ નિમણૂક રાજ્યપાલના આદેશથી કરવામાં આવી છે જેમાં નવા પદ પર તાત્કાલિક ચાર્જ સંભાળવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે પિયુષ પટેલે કેન્દ્ર સરકારમાં BSF માં વર્ષ 2023થી અને અગાઉ વિવિધ મહત્ત્વપૂર્ણ પદો પર સેવા આપી છે અને તેમની નિમણૂકથી રાજ્યમાં એન્ટી-કરપ્શન બ્યુરોના કાર્યોને ઘણાં સમયથી ડિરેક્ટરની ખાલી પડેલ જગ્યા ભરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.