અમદાવાદની ખાનગી હોસ્પિટલમાંથી ફિઝિયોથેરાપિસ્ટ મૃત હાલતમાં મળી આવી
મૃતકના પરિવારે ભૂતપૂર્વ મંગેતર દ્વારા દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો

નારણપુરાની ખાનગી હોસ્પિટલના રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળ્યો હતો મૃતદેહ

નારણપુરાની ખાનગી હોસ્પિટલના રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળ્યો હતો મૃતદેહ
બેનિફિટ ન્યૂઝ ડેસ્ક
અમદાવાદના નારણપુરા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાંથી ફિઝિયોથેરાપિસ્ટ મૃત હાલતમાં મળી આવી છે. શ્રીજી વેલનેસ નામની ખાનગી હોસ્પિટલના એક રૂમમાં પંખે લટકતી હાલતમાં ફિઝિયોથેરાપિસ્ટનો મૃતદેહ મળ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસે 23 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ દ્રષ્ટિ પ્રજાપતિના રહસ્યમય મૃત્યુ અંગે તપાસ શરૂ કરી છે.
મેઘાણીનગરની દ્રષ્ટિ પ્રજાપતિ શ્રીજી વેલનેસમાં કામ કરતી હતી. દ્રષ્ટિના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેણીને તેના ભૂતપૂર્વ મંગેતર રજનીકાંત પ્રજાપતિએ ભાવનાત્મક અને શારીરિક શોષણ કરતાં આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હતી.
ગુજરાત યુનિવર્સિટી પોલીસે દ્રષ્ટિની સુસાઇડ નોટના આધારે રજનીકાંત પ્રજાપતિ સામે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. જાતીય બળજબરી અને ભાવનાત્મક ત્રાસના આરોપોની સાથે આત્મહત્યા માટે મજબૂર કરવાના કારણોની પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે દ્રષ્ટિના પરિવારજનોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરીને ન્યાયની માંગ કરી છે..
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શાહીબાગના ભરતભાઈ નેનાજી પ્રજાપતિના પુત્ર રજનીકાંત સાથેની સગાઈ તૂટી ગયા બાદ દ્રષ્ટિ ડિપ્રેશનમાં હતી. મૃતકના પરિવારે દાવો કર્યો છે કે રજનીકાંતના અન્ય મહિલા સાથેના કથિત અફેરની દ્રષ્ટિને જાણ થઈ હતી. જેના કારણે સગપણ તૂટી ગયુ હતુ. ઘટના સ્થળેથી મળેલી સુસાઈડ નોટમાં દ્રષ્ટિએ રજનીકાંત પર શારીરિક સંબંધ બાંધવાનો અને ભાવનાત્મક અને શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. દ્રષ્ટિની માતા ભારતીએ જણાવ્યું છે કે તેમની દીકરીએ રજનીકાંત તરફથી આવતા દબાણ અને ધમકીઓ વિશે જણાવ્યું હતું.
તેણીનો દાવો છે કે, એપ્રિલ 2024 માં તેમની સગાઈ પછી દુર્વ્યવહાર વધી ગયો હતો. તેના મૃત્યુની સવારે દ્રષ્ટિએ તેના પરિવારને જાણ કરી હતી કે તે નારણપુરામાં કામ પર જતા પહેલા શાહીબાગમાં એક દર્દીને મળવા જઈ રહી છે. જ્યારે તેણીએ ફોન રિસિવ નહી કરતાં પરિવારને શંકા ગઈ હતી. થોડા સમય બાદ તેણીની આત્મહત્યા વિશે પરિવારજનોને દુઃખદ ફોન આવ્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા પછી, તેઓએ તેનો તેણીના મૃતદેહને શોધી પોલીસને જાણ કરી હતી.
રાજ્યમાં આત્મહત્યાના કેસોમાં ઉત્તરોત્તર વધારો
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના ડેટા અનુસાર રાજ્યમાં 2020માં 8,050 આત્મહત્યા નોંધાઈ હતી. જે 2021 માં વધીને 8,789 થઈ હતી. જે 9.1 ટકાનો વધારો દર્શાવે છે. 2022 માં આ સંખ્યા વધીને 9,002 આત્મહત્યા થઈ હતી. 2020 અને 2022 વચ્ચે, ગુજરાતમાં 25,478 આત્મહત્યાના કેસ નોંધાયા છે.
શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 3,280 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 2,862 અને રાજકોટમાં 1,287 કેસ નોંધાયા છે. આ આત્મહત્યાઓ માટેના પ્રાથમિક કારણોમાં કૌટુંબિક સમસ્યાઓ (2022 માં 2,285 કેસ), બીમારીઓ (1,747 કેસ) અને વૈવાહિક સમસ્યાઓ (367 કેસ)નો સમાવેશ થાય છે. 2022માં 1,761 મહિલાઓએ આત્મહત્યા કરી હતી.
ચિંતાજનક રીતે, છેલ્લા પાંચ વર્ષમાં દૈનિક વેતન કામદારોમાં આત્મહત્યાનો દર 50 ટકાથી વધુ વધ્યો છે. હાલમાં, રાજ્યમાં દરરોજ આશરે 9 દૈનિક વેતન કામદારો આત્મહત્યા કરે છે. વિદ્યાર્થીઓની આત્મહત્યામાં પણ ચિંતાજનક વધારો થયો છે. એપ્રિલ 2020 થી માર્ચ 2023 ની વચ્ચે, 246 મહિલાઓ સહિત 495 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. 2020-2021 ના નાણાકીય વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં 21 ટકાનો વધારો થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.