ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પંકજ જોષીએ પદભાર સંભાળ્યો
વય નિવૃત થતાં મુખ્ય સચિવ રાજકુમારને વિદાય આપવામાં આવી

ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પંકજ જોષીએ પદભાર સંભાળ્યો

ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પંકજ જોષીએ પદભાર સંભાળ્યો
ગુજરાતના મુખ્ય સચિવ તરીકે સનદી અધિકારી પંકજ જોષીએ ગાંધીનગર ખાતે પદભાર સંભાળ્યો હતો. મુખ્ય સચિવ રાજકુમાર વય નિવૃત્ત થતાં તેમની પાસેથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીએ મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય સચિવ જોષીને આ પ્રસંગે પૂર્વ મુખ્ય સચિવ રાજકુમારે નવીન જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્ય સચિવ જોષીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એફ.ડી.આઈ ઇન્વેસ્ટમેન્ટ સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. ભારતમાં ગુજરાત રાજ્ય ગ્રોથ એન્જીન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. છેલ્લા અઢી દાયકામાં ગુજરાત રાજ્યનો અગ્રીમ વિકાસ થયો છે, અને આવનારા સમયમાં પણ ગુજરાતનો વિકાસ વધુ ઝડપથી થાય તે અમારી પ્રાથમિકતા રહેશે.
વય નિવૃત્ત થતાં ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારને રાજ્યના સનદી અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના વડાઓએ વિદાય આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, મૂળ ઉત્તરાખંડના નૈનિતાલના વતની પંકજ જોષી વર્ષ 1989માં ગુજરાત કેડરમાં ભારતીય સનદી અધિકારી તરીકે જોડાયા હતા. જોષીએ સિવિલ ઈજનેરીમાં બી.ટેક. તેમજ જળ ક્ષેત્રે એમ. ટેક.નો અભ્યાસ કર્યો છે. તેઓએ ગુજરાતમાં પ્રાંત અધિકારીથી શરૂ કરીને સરકારના વિવિધ મહત્વના વિભાગોમાં ફરજ બજાવી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે અને હવે ગુજરાતના મુખ્ય સચિવ તરીકે મહત્વની જવાબદારી સંભાળી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.