હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાની અરજી
ભાજપના કોર્પોરેટર દ્વારા નામ મતદાર યાદીમાંથી કમી કરવાની અરજી કરાતા ભારે વિવાદ સર્જાયો

હાજી રમકડું

હાજી રમકડું
ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૌરવ વધારનારા કલાકારો સાથે ઓરમાયું વર્તન કરવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. પ્રખ્યાત હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ બાદ હવે જૂનાગઢના હસ્તકલાના કસબી હાજી કાસમ રાઠોડ, જેઓ 'હાજી રમકડું' તરીકે લોકપ્રિય છે, તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ થતાં આખા રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. નવાઈની વાત એ છે કે હજુ બે દિવસ પહેલા જ ભારત સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, અને તેની ગણતરીના કલાકોમાં જ જૂનાગઢના વોર્ડ નંબર 7 ના ભાજપના કોર્પોરેટર સંજય મણવર દ્વારા ફોર્મ નંબર 7 ભરીને તેમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે વાંધા અરજી કરવામાં આવી છે. આ ઘટનાને પગલે કલા જગતમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેને જાણીજોઈને કરવામાં આવેલું અપમાન ગણાવવામાં આવી રહ્યું છે.
ધારાસભ્ય હાજીભાઈના ઘરે જઈને સન્માન કર્યું
આ સમગ્ર વિવાદ પર પોતાની વેદના વ્યક્ત કરતા હાજી રમકડું એ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 60 વર્ષથી જૂનાગઢના વોર્ડ નંબર 8 માં વસવાટ કરે છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેએ તેમની કળાની કદર કરી એવોર્ડ આપ્યા છે, તેમ છતાં સ્થાનિક સ્તરે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, અરજી કરનાર ભાજપના કોર્પોરેટર સંજયભાઈએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, તેમણે માત્ર કામગીરીની સચોટતા ચકાસવા માટે જ આ અરજી કરી હતી. જોકે, વિપક્ષી નેતા લલિત પરસાણાએ સણસણતો સવાલ ઉઠાવ્યો છે કે, જો 2 દિવસ પહેલા જ ભાજપના ધારાસભ્ય હાજીભાઈના ઘરે જઈને તેમનું સન્માન કરી આવ્યા હોય, તો પછી કોર્પોરેટર કયા આધારે તેઓ સ્થળાંતરિત થયા હોવાનો દાવો કરી શકે?
મનીષ દોશીએ આ ઘટનાને 'ગોરખધંધાની પરાકાષ્ઠા' ગણાવી
રાજકીય ગલિયારાઓમાં પણ આ મુદ્દે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ ઘટનાને 'ગોરખધંધાની પરાકાષ્ઠા' ગણાવી છે. તેમણે સવાલ કર્યો છે કે, જો પદ્મશ્રી સન્માન મેળવનાર હાજી રમકડું જેવા પ્રતિષ્ઠિત નાગરિકોના નામ મતદારયાદીમાંથી કાઢવાની રમત રમાતી હોય, તો સામાન્ય નાગરિકોની હાલત શું હશે? જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાએ આ મામલે સ્પષ્ટતા કરી છે કે, SIRની કામગીરી હેઠળ જ્યારે કોઈ નામ સામે વાંધો લેવામાં આવે, ત્યારે વેરિફિકેશન અને સુનાવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં વાંધો લેનાર વ્યક્તિએ જ જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે. હાજી રમકડું જેવા દિગ્ગજ કલાકાર સાથેના આ વ્યવહારને કારણે સરકાર અને સંગઠનની છબી પર માછલાં ધોવાઈ રહ્યાં છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.