લગ્ન પ્રસંગમાં મીઠાઈ ખાતા જ 50થી વધુની હાલત બગડી
કૌકા ગામે રાત્રિ દરમિયાન લગ્નમાં સર્જાયો કટોકટીનો માહોલ; ગંભીર દર્દીઓને ધોળકા રિફર કરાયા..

મીઠાઈ ખાતા જ 50થી વધુની હાલત બગડી

મીઠાઈ ખાતા જ 50થી વધુની હાલત બગડી
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કૌકા ગામે ગત રાત્રિએ એક લગ્ન પ્રસંગમાં સામૂહિક ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. વ્હોરા મુસ્લિમ સમાજના આ લગ્ન પ્રસંગમાં ભોજન બાદ 50થી વધુ લોકોની તબિયત અચાનક લથડી હતી, જેમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે.
રસમ બાદ રકઝક:
મળતી વિગતો અનુસાર, કૌકા ગામે આયોજિત લગ્ન પ્રસંગમાં પરંપરાગત 'સામસામે મીઠાની રસમ' યોજાઈ હતી. આ દરમિયાન પીરસવામાં આવેલી મીઠાઈ ખાધાના થોડા જ સમયમાં મહેમાનોને ઉલ્ટી, ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. જોતજોતામાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ કે સ્થાનિક તંત્રએ તાત્કાલિક ધોળકા અને વટામણથી 5 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે બોલાવવી પડી હતી.
સ્કૂલમાં શરૂ કરવી પડી સારવાર:
દર્દીઓની સંખ્યા વધારે હોવાથી ગામની નૂર હાઈસ્કૂલ ખાતે કામચલાઉ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે રાતોરાત કેમ્પ કરી દર્દીઓની સારવાર હાથ ધરી હતી. જે પૈકી 5 દર્દીઓની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તપાસના આદેશ:
ઘટનાની ગંભીરતાને જોતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ કૌકા ગામે પહોંચી છે. લગ્ન પ્રસંગમાં બનેલી મીઠાઈ અને અન્ય વાનગીઓના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલમાં તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે, પરંતુ આ ઘટનાએ ફૂડ સેફ્ટી અને જાહેર પ્રસંગોમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
રાજ્યભરમાં તાબડતોબ દોઢી મીઠાઈ અને ફૂડના નામુમાં ચેક થાય છે. અખાદ્ય જથ્થા પણ મળે છે પણ શું તેના પર કોઈ કામગીરી થઇ હશે? ખરેખર તે દુર દુર સુધી લાગતું નથી. અનેક લોકો લગ્ન જેવા શુભપ્રસંગે અખાદ્ય વસ્તુઓ આરોગીને સ્વાથ્ય સાથે ચેડા થતા હોય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.