સેલ્ફ ફાયનાન્સ કોર્સમાં ઊંચી ફીની વસૂલાતથી રોષ
ગુજરાત યુનિ. માં 33 સેલ્ફ ફાયનાન્સ અભ્યાસક્રમોમાં ફી ઘટાડી શૈક્ષણિક વ્યવસ્થા સુધારવા રજૂઆત

ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર

ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર
ગુજરાત યુનિવર્સિટી સંચાલિત વિવિધ ૩૩ સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમોમાં વસૂલાતી ઊંચી ફીમાંથી સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને તાત્કાલિક રાહત આપવા તેમજ શૈક્ષણિક સુવિધાઓમાં સુધારા કરવાની માંગ ઉઠી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ વ્યાજબી ફી લેવાની અપીલ કરી છે.
મનીષ દોશીના જણાવ્યા અનુસાર, અગાઉ ગુજરાત યુનિવર્સિટીના અનેક સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમો ખાનગી કંપનીઓ અને વિશેષ ભાગીદારો સાથે એમઓયુ કરીને ચલાવવામાં આવતા હતા. હવે આ ખાનગી ભાગીદારોને મુક્ત કરવામાં આવ્યા છે અને સમગ્ર ફીની આવક સીધી ગુજરાત યુનિવર્સિટીના ખાતામાં જમા થાય છે. છતાં પણ અગાઉ જે ઊંચા ફી ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા. તે જ યથાવત રાખવામાં આવ્યા હોવા પર સવાલ ઊભા થઈ રહ્યા છે.
હાલમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૩૩થી વધુ સેલ્ફ ફાઈનાન્સ સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, જેમાં અંદાજે ૨૭૫૬ વિદ્યાર્થીઓ માટે બેઠકો ઉપલબ્ધ છે. આ અભ્યાસક્રમોમાં વાર્ષિક ફી રૂ. 40 હજારથી શરૂ થઈને રૂ. 1.20 લાખ સુધી વસૂલવામાં આવી રહી છે. આટલી ઊંચી ફીના કારણે ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ઉપરાંત, ઊંચી ફી હોવા છતાં અનેક અભ્યાસક્રમોમાં પૂરતા અનુભવી અધ્યાપકો, ગુણવત્તાયુક્ત ફેકલ્ટી અને જરૂરી શૈક્ષણિક માળખાની અછત હોવાનું પણ સામે આવ્યું છે. કેટલાક કોર્સમાં તાજેતરમાં પાસઆઉટ થયેલા અધ્યાપકોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે અગાઉ વિવાદાસ્પદ કામગીરી અને ફરિયાદો સાથે જોડાયેલા કેટલાક કર્મચારીઓને પણ ગોઠવણ આપવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે.
ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઈનાન્સ અભ્યાસક્રમોની કુલ આવક અને ખર્ચનું વ્યાજબી મૂલ્યાંકન કરવામાં આવે અને વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાતી ફીમાં તાત્કાલિક અસરથી ઘટાડો કરવામાં આવે. સાથે સાથે અનુભવી અધ્યાપકોની નિમણૂક, આધુનિક શૈક્ષણિક સુવિધાઓ અને પારદર્શક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે, જેથી વ્યાજબી ફીમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે અને તેઓ પોતાની કારકિર્દી ઘડી શકે

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.