પુરી રથયાત્રામાં પહેલાં દિવસે 625 લોકોની તબિયત લથડી
ગઈકાલે ભારે ભીડના કારણે રથ 750 મીટર પણ આગળ વધી શક્યા નહીં, મહાપ્રસાદ સેવામાં ગૌતમ અદાણી પણ ભાગ લેશે

મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, યાત્રામાં 10 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી.

મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, યાત્રામાં 10 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી.
ઓડિશાના પુરીમાં વાર્ષિક જગન્નાથ યાત્રાનો આજે શનિવારે બીજો દિવસ છે. આજે સવારે 10 વાગ્યે રથયાત્રા ફરી શરૂ થશે. યાત્રા શુક્રવારે શરૂ થઈ હતી, પરંતુ આ વર્ષે દર વર્ષની સરખામણીમાં દોઢ ગણા (લગભગ 10 લાખ) ભક્તો પહોંચ્યા હતા. આ અભૂતપૂર્વ ભીડને કારણે રથ માર્ગ પર એટલી ગીચતા હતી કે ત્રણેય રથોને આગળ ખસેડવા મુશ્કેલ બન્યા.
ભીડને કારણે યાત્રામાં વિઘ્ન અને ભક્તોને તકલીફપ્રથમ દિવસે રથ 750 મીટર પણ આગળ વધી શક્યા નહીં. મોડી સાંજે દેવી સુભદ્રાના રથની આસપાસ ભીડનું દબાણ એટલું વધ્યું કે 625 ભક્તોની તબિયત લથડી. તેમાંથી ઘણા બેભાન થઈ ગયા અને કેટલાક ઘાયલ પણ થયા. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 70 લોકો હોસ્પિટલમાં દાખલ છે, તેમાંથી 9 લોકોની હાલત ગંભીર છે.
કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું કે ભગવાન બલભદ્રનો રથ એક વળાંક પર ફસાઈ જવાથી મોડું થયું. આ કારણે દેવી સુભદ્રાના રથને મારીચકોટ ખાતે રોકવો પડ્યો. સૂર્યાસ્ત થવાને કારણે ત્રણેય રથ રાત્રે 8 વાગ્યે રોકવાની જાહેરાત કરવામાં આવી હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બલભદ્રનો રથ આગળ હતો, પરંતુ દેવી સુભદ્રાનો રથ ફક્ત 750 મીટર જ ચાલી શક્યો. ભગવાન જગન્નાથનો નંદીઘોષ રથ તો મુખ્ય મંદિરની બહાર જ ઊભો રહી ગયો અને તે ફક્ત એક મીટર જ ચાલી શક્યો.
ગૌતમ અદાણી મહાપ્રસાદ સેવામાં ભાગ લેશેઆ બધા વચ્ચે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પુરીમાં ઇસ્કોન રસોડાની મુલાકાત લેશે, જ્યાં ભક્તો માટે ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેઓ કુંભની જેમ જ મહાપ્રસાદ સેવામાં ભાગ લેશે.
ભગવાન બલભદ્રનો રથ મુખ્ય મંદિરથી સાંજે 4:08 વાગ્યે ખેંચાવાનું શરૂ થયું હતું. ભગવાન મુખ્ય મંદિરથી 2.6 કિમી દૂર આવેલા ગુંડીચા મંદિરમાં 9 દિવસ રોકાણ કરશે અને 5 જુલાઈએ મુખ્ય મંદિરમાં પાછા ફરશે.
પુરી રથયાત્રાના પહેલા દિવસના ફોટા...
મોટી ભીડને કારણે સુરક્ષા દળોને ભીડને નિયંત્રિત કરવામાં ઘણી મુશ્કેલી પડી.
ઘણી જગ્યાએ ધક્કામુક્કી જોવા મળી.
ભીડમાં એક સ્ત્રી બીમાર પડી ગઈ. લોકો તેને હોસ્પિટલ લઈ ગયા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...