ઓનલાઈન ગેમિંગ બન્યું દૂષણ
70 ટકા વિદ્યાર્થીઓ તેના ભરડામાં

ઓનલાઈન ગેમિંગ

ઓનલાઈન ગેમિંગ
ઓનલાઈન ગેમિંગને હવે સમાજમાં એક દૂષણ તરીકે જોવાતું થઈ ગયું છે. કારણકે યુવાઓ કલાકો સુધી ઓનલાઈન ગેમ રમવા માડયા છે. જેની અવળી અસરો માતા પિતાને પણ ચિંતિત કરી રહી છે.ત્યારે યુવાઓ સમજવાને જગ્યાએ તેમાં ઉંડા ઉતરતા જાય છે
એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સ્ટેટેસ્ટિકસ વિભાગના વરિષ્ઠ અધ્યાપક પ્રો.રાકેશ શ્રીવાસ્તવના માર્ગદર્શન નીચે એમએસસીના વિદ્યાર્થીઓ આયુષ પટેલ, હિતેન્દ્ર ચૌધરી, પ્રિયાંક લિંબાચિયા અને શૈલેષ નિમજેની ટીમે ઓનલાઈન ગેમિંગ પર કરેલા એક અભ્યાસના ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.વિદ્યાર્થીઓની આ ટીમે એમ.એસ.યુનિવર્સિટીના આર્ટસ, કોમર્સ, સાયન્સ અને એન્જિનિયરિંગના સ્નાતક તેમજ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ભણતા 314 જેટલા સ્ટુડન્ટસની એક સર્વે થકી જાણકારી મેળવી હતી.જેમાં 70 ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમ રમતા હોવાનું કબૂલ્યું હતું.
ગેમ રમનારા વિદ્યાર્થીઓની ઉંઘ પર ગેમ રમવાની અવળી અસર થઈ રહી હોવાનું પણ આ સર્વેમાં જાણવા મળ્યું હતું.કારણકે 76 ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું કે, અમે રોજની આઠ કલાક કરતા ઓછી ઉંઘ લઈએ છે. 72 ટકા વિદ્યાર્થીઓએ તો એમ પણ જણાવ્યું હતું કે, ક્યારેક તો અમે આખા દિવસમાં ચાર કલાક કરતા ઓછુ ઉંઘીએ છે.અને આની આડ અસર થતા માતા પીતા હેરાન થાય છે વળી બીજી તરફ બાળકો ઘણીવાર આ ગેમને એટલી રીતે સીરીયસ લઈલે છે કે પોતાને નુકશાન પહોંચાડી દેય છે..
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ